CBIના નામે ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડીના મૂળિયાં રાજકોટમાં
અમદાવાદના વેપારી સાથે રૂ.1.15 કરોડની છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત 13ની ધરપકડ, ધોરાજી અને રાજકોટનો શખ્સ સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ
સીબીઆઇના નકલી અધિકારીનો સ્વાંગ રચી ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ધોરાજીના સૂત્રધાર સાથે રાજકોટના 4 સહિત કુલ 13 શખ્સોની અમદાવાદ શહેર સાઇબર ક્રાઇમે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ એક વેપારી પાસેથી રૂ.1.15 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરીદયાદ નોંધાયા બાદ સાઇબર ક્રાઇમ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી આ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. આ છેતરપિંડીનું મૂળ રાજકોટમાં હોવાનું ખૂલ્યું છે. રાજકોટનો નવીવાલા મુસ્તુફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક યુનુસભાઈ ફરાર હોય જેની ધરપકડ બાદ મોટા ખુલાશા થઈ શકે છે.
આ ટોળકીનો ભોગ બનેલા ફરીયાદીને ગઈ તા.૨૦/૦૩/૨૦૨૪ તેના મોબાઇલ નંબર ઉપર ફોન આવ્યો હતો અને સામે વાળાએ પોતે ફેડેક્સ કુરીયરમાંથી જેસન બોલતા હોવાની ઓળખ આપી મુંબઈ ખાતેથી તાઇવાન ખાતે એક પાર્સલ મોકલવામાં આવેલ છે જે પાર્સલને મુંબઈ કસ્ટમ દ્વારા રોકવામાં આવેલ છે કારણ કે તેમાં પાંચ પાસપોર્ટ, ત્રણ મોબાઇલ ફોન તથા એક લેપટોપ તથા ૫ કિલો કપડા અને ૨૦૦ ગ્રામ ડ્રગ્સ છે. તેવુ જણાવી મુંબઈ સાયબર સેલના પ્રકાશ નામના વ્યક્તિની સાથે વાત કરાવી હતી. તેમજ જે બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલ છે અને આ એકાઉન્ટો મની લોન્ડ્રીંગ તથા આતંકવાદી ફંડ માટે વપરાતા હોવાનુ ખોટી રીતે જણાવી સીબીઆઇના નામ તથા લોગો વાળો ખોટો બનાવટી લેટર મોકલી બાલસિંગ રાજપુત તથા જ્યોર્જ મેથ્યુ તથા અન્ય વ્યક્તિઓએ સી.બી.આઇ તથા સાયબર ક્રાઇમના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી સી.બી.આઇ માંથી વોરંટ ઇસ્યુ થયેલાનુ જણાવી બનાવટીવોરંટ સ્કાયપી દ્વારા મોકલી ફરીયાદી અને તેના પરીવારનો જીવ જોખમમાં હોવાનો ડર બતાવી પીએનબીના એક બેંકના એકાઉન્ટમાં રૂપિયા ૧ કરોડ અને બીજા એકાઉન્ટમાં રૂ. ૧૫,૧૧,૨૫૦ મળી રૂ.૧,૧૫,૧૧,૨૫૦ છેતરપીંડીથી પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ એસીપી હાર્દિક માંકડીયાએ અલગ અલગ ૪ ટીમો બનાવી રાજકોટ શહેર, ધોરાજી, કુતિયાણા, ઉપલેટા ખાતે મોકલી તપાસ કરી જેમાં ૬ બેંક ખાતાધારકો સહિત ૧૩ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં સૂત્રધાર ધોરાજીના મોઇન અલ્તાફભાઈ ઇંગારીયા ઉપરાંત રાજકોટના નાના માવા મેઈન રોડ, દેવભૂમિ એપાર્ટમેન્ટ, તાપસ સોસાયટીમાં રહેતા રોનક હરેશભાઈ સોજીત્રા (ઉ.વ.૨૩), , ગ્રીનલીફ હોટેલની સામે, ઘંટેશ્વર રત્નમપ્રાઇડ સોસાયટીમાં રહેતા યોગીરાજસિંહ