મિત્રના ઝગડામાં સમાધાન કરવા વચ્ચે પડતા યુવકની કરપીણ હત્યા
શાપરમાં મહિલાઓના ઝગડાનું સમાધાન કરવા યુવક અને તેના મિત્રોને મળવા બોલાવી ચાર શખસોએ ખેલ્યો ખૂની ખેલ : પોલીસે હત્યારાઓને સકંજામાં લીધા
શાપરમાં રાત્રીનાના મહિલાઓના ઝઘડા બાબતે થયેલા ઝગડામાં સમાધાન કરવા માટે યુવકને તેના મિત્રો સાથે ચાર શખસોએ મળવા માટે બોલાવી તેને અને તેના મિત્રો સાથે માથાકૂટ કરીને છરીના ઘા ઝીકી દેતા બે યુવકને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં એક યુવકનું મોટ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.અને આ મામલે શાપર પોલીસે ગુનો નોંધી ચાર હુમલાખોરો સકંજામાં લીધા છે.
વિગત મુબજ શાપરમાં ધરતી ગેઇટમાં મહાદેવ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં રહેતા સાગર ભીખુભાઈ સોલંકી (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં શાપરના મુકેશ ધીરુભાઈ માલકિયા, રાજકોટમાં રહેતા દિલીપ ભરતભાઈ રાઠોડ, મિલન રમેશભાઈ રાઠોડ, રાજેશ ભનુભાઈ ડાભીનું નામ આપતા જણાવ્યું છે કે, શાપરમાં વચ્છરાજ ડેરી પાસે રહેતા તેના મામાની દીકરી કિરણબેનને સામે રહેતા મુકેશ ધીરુભાઈ માલકિયાની પત્ની સાથે ઝગડો થતા મુકેશ માલકીયાએ તેની બહેનને ઠપકો આપ્યો હતો જે અંગેની જાણ યુવકને થતા તેને મુકેશને ફોન કરી આ બાબતે પૂછતાં પોતે બહારગામ હોય બે દિવસ પછી આવીને વાત કરીશું તેમ કહ્યું હતું.સાંજે આઠેક વાગ્યે ફરિયાદી યુવક સાગર તેના મિત્ર સંજય મકવાણા, શહેજાદ યુસુફભાઇ હિંગોરા (ઉ.વ.27) , વિજય ચૌહાણ સાથે શાપર મેઈન રોડ પર આવેલી સલૂનની દુકાન પાસે બેઠો હતો.ત્યારે મુકેશ માલકીયાનો ફોન આવ્યો હતો અને આપણે મળી સમાધાનની વાત કરી લઇએ તેમ કહી મળવા બોલાવ્યા હતા.
જેથી તમામ અર્ટિગા કારમાં મુકેશ માલકીયા પાસે ગયા હતા.ત્યારે મુકશે ‘તારી બહેન કેમ મારી પત્ની સાથે માથાકૂટ કરે છે’ કહી ઝગડો કર્યો હતો.અને તે સમયે સન્ય ત્રણ શખસો પણ આવી ગયા હતા.જેથી ફરિયાદીના મિત્રો તેઓને સમજાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો.આ સમયે દિલીપ રાઠોડ નામના શખ્સે છરી કાઢી ફરિયાદીને મારી હતી.અને ફરિયાદી યુવકને બચાવવા તેનો મિત્ર શહેજાદ હિંગોરા વચ્ચે પડતા તેના પેટ અને પીઠના ભાગે છરીના ઘા લાગી જતા તે લોહીલુહાણ હાલતમાં સ્થળ પણ ઢળી પડ્યો હતો.જેથી તેને શાપર બાદ રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.અને આ મામલે શાપર પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા તાજવીજ કરી છે.