ભાજપ નેતાએ ૪ લાખ આપી ‘આપ’ના કાર્યકરને ફસાવ્યો !
ગાડીમાં ડ્રગ્સ મુકાવ્યું'ને પછી રેડ પડાવી: રિમાન્ડ દરમિયાન ખુલાસો થયો કે
આપ’ના કાર્યકરને દૂર દૂર સુધી ડ્રગ્સ સાથે લેવા-દેવા ન્હોતાઆપ' કાર્યકર ભાજપ નેતાએ કરેલા કૌભાંડ મુદ્દે આરટીઆઈ કરી રહ્યો હોય
ફિટ’ કરાવી દેવા ઘડ્યું’તું કાવતરું: તમામની ધરપકડ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભલે બહુ મોટું સંગઠન કે પાર્ટીનું નોંધપાત્ર અસ્તિત્વ ન હોય આમ છતાં તેના નેતાઓ-કાર્યકરો હરિફ ભાજપ નેતાઓ-કાર્યકરોના કૌભાંડોને બહાર લાવવાની એક પણ તક જતી કરતા નથી. ભાજપ નેતાનું આવું જ એક કૌભાંડ ભરુચ આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા આરટીઆઈ થકી બહાર લાવવા પ્રયાસ કરાયો હતો જેનો ખાર રાખી ભાજપ નેતાએ ૪ લાખ રૂપિયા ચૂકવીને આમ આદમી પાર્ટીના એક કાર્યકરને ડ્રગ્સ કેસમાં ફસાવી પોલીસ પાસે ધરપકડ પણ કરાવી નાખી હતી. જો કે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરતાં આ કાંડમાં ભાજપ નેતા જ `વિલન’ હોવાનું ખુલતાં તેની અને તેના સાગરિતોની ધરપકડ કરાઈ હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ભરુચના રહાડપોર ગામે સ્કૂલવાન ચલાવતા પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાંથી ૬૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પોલીસે પકડ્યું હતું. પોલીસે આ દરોડો બાતમીના આધારે પાડ્યો હતો. આ પછી તેના રિમાન્ડ પણ લેવાયા હતા જેમાં પોલીસને પ્રકાશ ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલો હોય તેવા એક પણ પૂરાવા મળ્યા ન્હોતા.
આ પછી પોલીસ દ્વારા વધુ ઉંડી તપાસ કરવામાં આવતાં આ સમગ્ર કાવતરું ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ હાલ ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલે ઘડ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગુલામની પૂછપરછ કરીને તેના મોબાઈલની કોલ ડિટેઈલ જોતાં તેણે જ ગાડીમાં ડ્રગ્સ મુકાવ્યું હોવાના પૂરાવા મળ્યા હતા.
આ કાવતરું ગુલામ બે મહિનાથી રચી રહ્યો હતો અને પ્રકાશની ગાડીમાં ડ્રગ્સ મુકવા માટે તેણે રહાડપોરના જ અહેમદખાન ઉર્ફે શાહરૂખ સોકત ખાન પઠાણને ૩.૫૦ લાખ રૂપિયા આપ્યા હતા. અહેમદ ખાન ડ્રગ્સનો આ જથ્થો વડોદરાના આફતાબ ઉર્ફે અપ્પુ સિકંદર શેખ પાસેથી લાવ્યો હોવાનું ખુલતાં પોલીસે ગુલામ, અહેમદખાન અને આફતાબ એમ ત્રણેયની ધરપકડ કરી હતી.