બેડી ગામે એક જ રાતમાં ત્રણ દુકાનના શટર ઉચકાવી રૂ.10 હજારની ચોરી
સીસીટીવીમાં કેદ એક બુકાનીધારી શકમંદની શોધખોળ
રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે મોરબી રોડ ઉપર આવેલ બેડી ગામમાં તસ્કરો એક જ રાતમાં ત્રણ દૂકાનને નિશાન બનાવી રૂ.10 હજારની મતા ચોરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ચોરીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શકમંદ બુકાનીધારી સીસીટીવીમાં દેખાયો હોઇ પોલીસે ફુટેજના આધારે ચોરને શોધવા તપાસ શરૂ કરી છે.
કુવાડવા રોડ પોલીસ બનાવની જાણ થતાં બેડી ખાતે દોડી ગઈ હતી. પ્રથમિક તપાસમાં જાણવા મળ્યું કે, બેડી ગામે હિતેષભાઇ પરષોત્તમભાઇ દોમડીયાની ખોડિયાર ટ્રેડર્સ નામે હાર્ડવેરની દૂકાન ઉપરાંત ધવન ઇલેક્ટ્રોનીક નામની કેતનભાઇ વલ્લભભાઇ સોરઠીયાની દુકાન તેમજ પિતૃકૃપા વેલ્ડીંગ નામની ધીરૂભાઇ રામભાઇ વાઘેલાની દૂકાનના શટર ઉચકવી તસ્કરો ત્રણ દૂકાનના શટર ઉંચકી કુલ રૂા. ૧૦ હજારની રોકડ ચોરી ગયા હતાં.
આ બનાવ અંગે હિતેષભાઇએ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ વી.આર. રાઠોડની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી છે.