રાતે પરિવાર સાથે જમવા ગયા બાદ સવારે પગલું ભરી લીધું
બેંક ઓફ બરોડાની ભક્તિનગર શાખામાં ક્રેડીટ મેનેજર તરીકે નોકરી કરતી અને સાધુવાસવાણી રોડ પર, ટોપલેન્ડ રેસીડેન્સીમાં રહેતા મહિલા બેંક મેનેજર પૂજા હેમંતકુમાર યાદવ (ઉ.વ.29)એ પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આપઘાત કરનાર પૂજા યાદવ મૂળ ઉતરપ્રદેશના ગાઝીયાબાગના વતની હતા તેના પતિ હેમંતકુમાર પણ બેંક ઓફ બરોડાની રણછોડનગર શાખામાં ક્રેડીટ મેનેજર છે. ત્રણ વર્ષ પહેલા બન્ને લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં 4 માસની દિકરી છે. બનાવની આગલી રાતે પૂજા તેના પતિ, સાસુ, ભત્રીજી વગેરે પરિવારના સભ્યો રાતે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. વહેલી સવારે ભત્રીજી બાથરૂમ જવા માટે ઉઠી હતી ત્યારે વોશિંગ એરીયામાં કપડા સૂકવવાની લોખંડના એંગલ સાથે દોરી બાંધી પૂજાએ ગળાફાંસો આપઘાત કરી લીધાની જાણ થઇ હતી.આ મામલે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.