એક જ પરિવારના આઠ સભ્યો સામે ગુનો નોંધાયો
જસદણના નાની લાખાવડમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી નણંદ ભાભી ઉપર ૮ શખ્સોએ હુમલો કરતા ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જસદણ,પોલારપર રોડ, રામપરા વિસ્તાર, નદીના કાંઠે, માર્કેટવાળી શેરીમાં રહેતા કૈલાશબેન ભાવેશભાઇ મેણીયા (ઉ.વ.25) પિતાજીની તબિયત સારી ન હોય, જેથી નાની લાખાવાડ ગામે ગયા ત્યારે અગાઉ બે વર્ષ પહેલા માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી કૌટુંબિક બનેવી શૈલેષ કલાભાઈ રોજાસરા, શાંતુબેન બીજલભાઈ રોજાસરા,વિજુબેન છગનભાઈ રોજાસરા સાથે મહેશ, જીતેશ, બીજલ, છગનભાઇએ હુમલો કર્યો હતો જેમાં વચ્ચે પડેલા તેમના બંન્ને ભાભી મનિષાબેન વિષ્ણુભાઈ સરીયા તથા હેતલબેન ધર્મેશભાઈ સરીયાને પણ માર મારતા ત્રણેયને સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયા છે પોલીસે આ મામલે હુમલો કરનાર પરિવારને સકંજામાં લીધો હતો.