પોલીસની પૂછતાછે સગીરાનો જીવ લીધો !!!
શાપર પોલીસ ચોરીની શંકાએ પૂછતાછ માટે ભાઈ-બહેને ત્રણ દિવસથી પોલીસ સ્ટેશન પર લઇ જતી’તી : સગીરા રાત્રિના ઘરની વંડી ઠેકી ભાગવા જતાં નીચે પડી અને મોત નીપજ્યું
શાપરમાં રહેતી સગીરા અને તેના ભાઈને શાપર પોલીસ ચોરીની શંકાએ પૂછતાછ માટે ત્રણ દિવસથી પોલીસ સ્ટેશન પર લઇ જતી હતી.જેથી પોલીસની પૂછતાછથી કંટાળી તેણી ઘરની વંડી ઠેકી ભગવા જતાં નીચે પડી હતી.અને માથામાં પથ્થર વાગતા તેનું મોત નીપજ્યું હતું.
વિગત મુજબ શાપરમાં જુના વાસમાં રહેતી મોનાલીશા ઉર્ફે પાયલ હસમુખભાઈ સિંધવ (ઉ.વ.19) નામની યુવતી ગઈકાલ સવારે ઘરે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતકના મોનાલીશા બે ભાઈ બહેનમાં મોટી હતી અને તેના માતા-પિતાનું દસેક વર્ષ પહેલા આકસ્મિક દુર્ઘટનામાં અવસાન થતા ભાઈ સાથે મામાના ઘરે રહેતી હતી. મૃતકના મામાના કહેવા મુજબ શાપરમાં ભંગારના ડેલામાં બે ત્રણ દિવસ પહેલા ચોરી થઇ હતી જેમાં શાપર પોલીસ ભાણેજ ભાઈ બહેનને પૂછપરછ માટે બોલાવી જવા દેતા હતા.આ પૂછતાછથી કંટાળી અથવા તો બીકથી વંડી ઠેકીને ભાગવા જતા પડી ગઈ હતી. બહારની બાજુ પથ્થર હોવાથી માથાના ભાગે લાગ્યો હતો.જેથી પ્રાથમિક સારવાર આપી અને બાદમાં સુઈ ગઈ હતી. સવારે જાગીને બ્રશ કર્યા પછી અચાનક બેભાન થઇ જતા સિવિલમાં ખસેડી ત્યારે તબીબોએ મૃત જાહેર કરી હતી. પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ શાપર પોલીસે તપાસ યથાવત રાખી છે.