થર્ટી ફસ્ટ નજીક આવતા જ શરાબીઓ પર પોલીસે ઘોસ બોલાવી : 27 પીધેલા પકડાયા
ટ્રાફિક પોલીસે ચારેય સેક્ટરોમાં ડ્રાઈવ યોજી 245 વાહન ચાલકોને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો
થર્ટી ફસ્ટ નજીક આવતા જ પોલીસ દ્વારા શહેરમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.જેમાં પોલીસ દ્વારા અલગ- અલગ વિસ્તારોમાંથી દારૂ પી વાહન ચલાવનાર પ્યાસીઓને ઝડપી લીધા હતા. આ ઉપરાત પોલીસે ચેકિંગ દરમિયાન ચાર શખસોને છરી સાથે અને એક શખસને તલવાર સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ટ્રાકિક પોલીસ દ્વારા રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ટ્રાફિક ડ્રાઈવ 245 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

વિગત મુજબ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે લોહાનગર અને લોધાવડ ચોક પાસેથી બી ડિવિઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ અને સંત કબીર રોડ પરથી કુવાડવા રોડ પોલીસે રાજકોટ અમદાવાદ હાઈવે પર નવાગામ પાસે, એરપોર્ટ પોલીસે અમદાવાદ નેશનલ હાઇવે ૫ર એરપોર્ટના રસ્તા પાસેથી, ભક્તિનગર પોલીસે સહકાર મેઇન રોડ ત્રિશુલ ચોક, બોલબાલા માર્ગ પરથી અને થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી ગાંધીગ્રામ પોલીસે રામાપીર ચોકડી,જામનગર રોડ ઘટેશ્વર પાર્ક,રૈયા રોડ પાસેથી યુનિવર્સિટી પોલીસે રૈયાધાર પાસેથી માલવીયાનગર પોલીસે પતંજલિ સ્કૂલ પાસેથી અને તાલુકા પોલીસે મોટા મવા કણકોટ રોડ પરથી 27 પીધેલા વાહન ચાલકોને પકડી પાડયા હતા.જ્યારે આ સિવાય ચેકિંગ દરમિયાન હથિયારો સાથે પાંચને પકડી લીધા હતા.
જ્યારે ટ્રાફિક પોલીસે ચારેય સેક્ટરોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજીને 245 વાહન ચાલકોને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો.અને 11 વાહનો ડિટેઇન કર્યા હતા.ઉપરાંત 123 વાહન ચાલકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામાં આવ્યા હતા.