રાજકોટ રેલવે ડ્રગ્સમાં જામનગરની વધુ એક મહિલાને ઝડપી લેવાઇ
રાજકોટ રેલવે સ્ટેશન પર મુંબઇ દુરંતો એકસપ્રેસમાં મુસાફરી કરી રહેલી જામનગરની યાસ્મીન સતા નામની ડ્રગ પેડલરને ૧૯.૮૯ લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ગત સપ્તાહે રેલવે પોલીસે પકડ્યા બાદ યાસ્મીનને ડ્રગ લેવા જવા માટે તૈયાર કરનાર જામનગરની વધુ એક મહિલા સાયરા ઇમરાન ભાગંડ (ઉ.વ.૩૧)ને રાજકો રેલવે પોલીસે ઝડપી પાડી છે.
લેડી પેડલર યાસ્મીને ડ્રગનો જથ્થો જામનગરના અઝરૂદીન ઉર્ફે અઝરૂએ મંગાવ્યો હોવાની પોલીસને જણાવ્યુ હતુ જે આધારે રેલવે પી.આઇ. એસ.આર. પટેલ, પી.એસ.આઇ. બી.જે.જાડેજા તથા સ્ટાફે અઝરૂને જામનગરથી પકડી પાડ્યો હતો. ગેરેજ ધારક અઝરૂએ નશાની લત હોત ડ્રગ વેચાણનો માર્ગ અપનાવ્યો હતો.
જથ્થો મંગાવનાર અઝરૂની પૂછતાંછ કે તપાસ બાદ લેડી પેડલર યાસ્મીન સાથે મદદગારી કે યાસ્મીનને મુંબઇ ડ્રગ લેવા તૈયાર કરનાર સાયરાનું નામ ખૂલતા સાયરાને પણ રેલવે પોલીસે પકડી પાડી છે. મુંબઇથી ડ્રગ આપનાર નિઝામને ઝડપી લેવા ટીમે એ તરફ તપાસ લંબાવી છે.