હાર્ટએટેકના વધી રહેલા બનાવોમાં વધુ એક જિંદગી ખતમ થઇ ગઇ હતી. કોઠારીયા સોલવન્ટ પાસે ગોપાલનગર મેઇન રોડ શેરી નં. ૩માં રહેતાં અને ચાની કેબીન રાખી ગુજરાન ચલાવતામફાભાઇપોલાભાઇ ભુવા (ઉ.વ.૪૫)ને રાતે એકાદ વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડતાંકોઠારીયા ચોકડીનજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.મૃત્યુ પામનાર મફાભાઇ ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. તેમને સંતાનમાં ચાર દિકરી અને ત્રણદિકરા છે. બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.