સાત હનુમાન પાસે ગૌરક્ષકે-બકરાં લઈને આવતી ટેાળકી વચ્ચે ધબધબાટી
ચેાટીલાથી ૨૩ બકરાં ભરીને રાજકેાટ આવી રહેલી ઈકેા કારનેા પીછેા કર્યેા, કૂવાડવા પહેલાં ગાડીનું ટાયર ફાટ્યું છતાં ૭ કિ.મી. કાર ચલાવી
આખરે ગૌરક્ષકેા પહોંચી જતાં ગાડીના ચાલકે તેની ટેાળકીને બેાલાવી લેતાં સામસામી મારામારી: બેને ઈજા
રાજકેાટની ભાગેાળે સાત હનુમાન મંદિર પાસે ગૌરક્ષકેા અને બકરાં લઈને આવતી ટેાળકી વચ્ચે ધબધબાટી બેાલી જતાં પેાલીસમાં દેાડધામ થઈ પડી હતી. બીજી બાજુ બન્ને જૂથના અમુક લેાકેાને ઈજા પહોંચતાં ખાનગી તેમજ સિવિલ હેાસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કૂવાડવા રેાડ પેાલીસે સામસામી ફરિયાદ નોંધી બન્ને જૂથના લેાકેાની ધરપકડ કરી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતેા મુજબ ગૌરક્ષકેાને બાતમી મળી હતી કે ચેાટીલાથી ૨૩ બકરાં ઈકેા ગાડીમાં ભરાઈને રાજકેાટ આવી રહ્યા છે. આ પછી ગૌરક્ષકેા થાન પહોંચ્યા હતા અને ત્યાંથી ઈકેા કાર નં.જીજે૩એચઆર-૭૫૬૦નેા પીછેા કરી રહ્યા હતા. કાર ચલાવી રહેલા મજીદ ઉર્ફે મજલેા ઉર્ફે કરીમભાઈ માંડિલયા (રહે.રાજકેાટ)ને તેની ગાડીનેા પીછેા થઈ રહ્યાની ભનક લાગી જતાં તેણે કાર ૧૨૦ની ઝડપે ભગાવી મુકી હતી. દરમિયાન ગાડી કૂવાડવા પહોંચી ત્યારે ટાયર ફાટી જવા છતાં કાર ચલાવ્યે રાખી હતી. આ પછી માલિયાસણ ગામે આઈઓસી પ્લાન્ટ સામે જલાલશાપીરની દરગાહ પાસે ગાડી ઉભી રખાવતાં હરેશ ચૌહાણ, વિશાલ, વિપુલ ઉર્ફે ભેાલું સહિતનાએ ગાડી પકડી પાડી હતી.
જો કે મજીદે રસ્તામાંથી જ પેાતાના સાગરિતેાને ફેાન કરી દેતાં તેઓ પણ અગાઉથી ત્યાં ગેાઠવાઈ ગયા હેાય ગૌરક્ષકેા અને બકરાં લાવનાર ટેાળકી વચ્ચે છૂટાહાથની મારામારી થતાં વિપુલ ઉર્ફે ભેાલુ નામના ગૌરક્ષકને નાકમાં ઈજા પહોંચી હતી તેા સામેપક્ષે એક શખ્સને છરી લાગી હેાવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન કૂવાડવા રેાડ પેાલીસ મથકે મજીદ ઉર્ફે મજલેા માંડલિયાએ નંબર વગરની સ્વિટ કારમાં આવેલા પાંચ લેાકેા સામે ફરિયાદ નોંધાવી હતી તેા ગૌરક્ષકેા તરફે વિપુલ ઉર્ફે ભેાલુ ભરતભાઈ સાકરિયાએ ઈકેા કાર નં.જીજે૩એચઆર-૭૫૬૦ના ચાલક સહિતના શખ્સેા સામે ફરિયાદ નોંધાવતાં પેાલીસે બન્ને સામે ગુનેા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.