એક મહિનો નોકરી કરી’ને ૧.૩૧ લાખના મોબાઈલ ચોર્યા
અમિન માર્ગ પર નિલ્સ મોબાઈલ ગેરેજના કર્મચારીનું કારસ્તાન
શહેરના અમિન માર્ગ પર આવેલી `નિલ્સ મોબાઈલ ગેરેજ’ નામની દુકાનમાં એક મહિના પહેલાં જ નોકરીએ લાગેલા કર્મચારીએ માલિકના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ૧.૩૧ લાખની કિંમતના ચાર મોંઘાદાટ મોબાઈલની ચોરી કરી લેતાં ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે નીલ મહેશભાઈ તન્નાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેની દુકાનમાં સેમસંગ, વનપ્લસ અને એપલના ચાર ફોન વેચવા માટે રાખ્યા હતા. ગત ૧૬-૧૨-૨૦૨૪ના આ ચારેય ફોન જોવા ન મળતાં તેણે સીસીટીવી ચેક કરતાં ૧૫-૧૨-૨૦૨૪ના દુકાનમાં નોકરી કરતોમીત પ્રતિકભાઈ શુક્લ તેની પાસે રહેલી ચાવીથી દુકાન ખોલી ૧.૩૧ લાખની કિંમતના ચાર મોબાઈલ લઈને જઈ રહેલો જોવા મળ્યો હતો. આ પછી મિતને ફોન કરતાં તેનો ફોન પણ બંધ આવતો હતો. મિત ઓળખીતો હોવાથી ફોન પરત મેળવવા માટે મિતના માતાનો સંપર્ક કરતાં તેણે કહ્યું હતું કે મી તફોન પરત આપી દેશે પરંતુ હજુ સુધી ફોન પરત ન મળતાં ફરિયાદ નોંધાવી હતી.