ચેક રિટર્ન કેસમાં સજા બાદ ફરાર રહેતો આરોપી ઝડપાયો
રાજકોટની કોર્ટ દ્વારા ચેક રિટર્નના બે કેસમાં આરોપીને સજા ફટકારી હતી.જે બાદ આરોપી ધરપકડથી બચવા સતત નાસતો ફરતો હોય ત્યારે સવા વર્ષે બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફ મુકેશ સભાડ, રોહીત ગઢવી પ્રદીપ ડાંગરને મળેલી બાતમીના આધારે ફરાર આરોપી મનીષભાઇ નીરાંજનભાઇ ટેવાણી ( રહે. પામયુનિવર્સ એપાર્ટમેન્ટ, રૈયા રોડ ) ને ઝડપી લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
