માતા-પિતા સાથે સુતેલા બાળકને ઉઠાવી જનારની શોધખોળ
રાજકોટના ખટારા સ્ટેન્ડ ટ્રાફીક ઓફીસની સામે પુલ નીચે માતા-પિતા સાથે સુતેલા 4 માસના બાળકને કોઈ ઉઠાવી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.4 માસના બાળકના અપહરણની ઘટનાને ગંભીરતાથી લઇ રાજકોટ શહેરભરની પોલીસ બાળકને શોધવા કામે લાગે છે.મૂળ રાજસ્થાનના અજમેરના બ્યાવરના ટીલાખેડા ગામના વાતની અને હાલ રાજકોટમાં ખટારા સ્ટેન્ડ ટ્રાફીક ઓફીસની સામે પુલ નીચે રહેતા રમેશભાઈ પન્નાલાલ ભીલ અને તેની પત્ની ગીતાબેની વચ્ચે સુવડાવેલ તેનો 4 માસનો પુત્ર સરવણ રમેશ તથા તેમના પત્ની રાત્રીના સમયે નીંદરમા હોય તે દરમિયાન ચાર માસના સર વણનું કોઇ વ્યકિત અપહરણ કરી ઉઠાવી લઇ ગયું હોય,આ બાબત ની જાણ ગીતાબેનને થતા તેમને પતિ રમેશને જગાડ્યા હતા અને આસપાસ શોધખોળ કરી પરતું બાળકનો કોઈ પતો ન લગતા આ બાબતે એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોધાવી છે.રાજકોટમાં ચાર માસના બાળકના અપહરણની ઘટનાને લઇ પોલીસ દોડતી થઇ ગઈ છે.