સિવિલ હોસ્પિટલ પાસે ઇકો કારમાં મુસાફર બેસાડવા બાબતે યુવકને ધોકાવ્યો
શહેરના સિવિલ હોસ્પિટલ ચોક પાસે ઇકો કારમાં મુસાફર બેસાડવા મુદ્દે યુવક સાથે ઝગડો કરીને મારામારી કરતા પોલીસે ગુનો નોંધ્યો છે. વિગત મુજબ પારેવડા ગામે રહેતા હેમતભાઈ કેશવદાસ ગોડલીયા (ઉ.વ.૪૩) પર રાજુ સોહલા અને અજાણ્યા શખ્સે લાકડી, પાઈપથી હુમલો કરી માર મારતાં તેઓને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ એ-ડિવીઝન પોલીસને કરતા હેડ કોન્સ્ટેબલ આર જી. ચૌહાણે હેમતભાઈની ફરિયાદ પરથી રાજુ અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. હેમતભાઇનો દિકરો વિવેક હોસ્પિટલ ચોકમાં ઇકો લઈને ઉભો હતો ત્યારે રાજુ સહિતનાએ ઇકો ગાડીમાં મુસાફર ભરવા મામલે ડખ્ખો કરી ગાળો દેતાં હેમતભાઈ વચ્ચે પડતાં તેને પણ ગાળો દઈ લાકડી, પાઇપથી માર માર્યો હતો.