પત્નીને મેસેજ કરવાની ના પાડતા યુવક પર છરી વડે હુમલો
શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર આદિ પાર્કની બાજુમાં રહેતાં મહેશભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ કરસનદાસ મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પડવલામાં કિશોર ઓફસેટ નામના કારખાનામાં કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. આઠેક મહિના પહેલા તેમના કાકાનો દીકરો રાહુલ મકવાણા તેમના પત્ની સાથે મેસેજમાં વાત કરતો હતો. જેથી તેને સમજાવેલ અને તે સમયે ઘરમેળ સમાધાન થઈ ગયું હતું. બાદમાં રાહુલ મકવાણા અવારનવાર તે બાબતે તેમની સાથે બોલાચાલી કરતો હતો અને રાત્રિના રાહુલ તેમના ઘરે આવ્યો હતો.અને બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ હોય જેથી રાહુલને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો.અને છરી કાઢી માથાના ભાગે એક ઘા ઝીંકી દિધો હતો. બાદમાં તેમને માથામાંથી લોહી નીકળવા લાગતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.જેથી આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.