જુના માર્કેટ યાર્ડ નજીક પૂલ પર બંધ ઉભેલા ટેન્કર પાછળ ટુ-વ્હીલર અથડાતા યુવકનું મોત
શહેરમાં જુના માર્કેટ યાર્ડ નજીક પૂલ પર બંધ ઉભેલા ટેન્કર પાછળ ટુવ્હીલર અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.
માહિતી મુજબ મોરબી રોડ સેટેલાઈટ ચોક ઘનશ્યામનગર મેઇન રોડ પર રહેતો પ્રદિપભાઈ રાજેન્દ્રભાઈ પ્રજાપતિ (ઉ.ર૭) નામનો યુવાન બપોરે પોતાનું ટુવ્હીલર હકારીને જતો હતો ત્યારે જૂના માર્કેટ ચાર્ડ નજીક પૂલ પર પહોંચ્યો ત્યારે એક ટેન્કર બંધ ઉભુ હોઈ તેની પાછળ પોતે અથડાઈ જતાં ગભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું બનાવને પગલે ટેન્કરનો ચાલક તેનું વાહન મુકી નીકળી ગયો હતો.મૃત્યુ પામનાર યુવાન બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે માંડા ડુંગર પાસે ગેરેજ ચલાવે છે. ત્યાંથી ઘરે જમવા માટે જતો હતો અને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બી-ડિવીઝનના હિતેષભાઇ જોગડા સહિતે ઘટના સ્થળે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.