કુવાડવા ગામે હીતુભા ડોકટર ના દવાખાનાની બાજુમાં શૈલેશભાઇ રઘુભાઇ ડાંગર ના મકાનમાં રહેતા મૂળ ઉતર પ્રદેશના ફતેપુર જિલ્લાના ઈટ ગામના વાતની પરવીનબેન મોહમદ સફીરના મકાન માંથી રૂ.1 લાખ રોકડની ચોરી થઇ હતી. આ ચોરીમાં તેના પાડોશ માં રહેતી મંજુલાબેન નાથાભાઇ લઢેરનો સંડોવણી હોવાનું જાણવા મળતા આ મામલે પરવીનબેને કુવાડવા પોલીસ મથકમાં ફારીયાદ નોંધાવી હતી. મંજુલાબેન ઘરમાં ઘુસી પરવીનબેનના કબાટ માં રાખેલ રોકડ રૂપિયા 1 લાખ ચોરી ગઈ હતી.
