પૈસાની ઉઘરાણી પ્રશ્ને સાળા-બનેવીનુ ટોળકીએ અપહરણ કરી ધોકાવ્યા
પ્લમ્બિંગ-ફર્નિચર કામના લેવાના નીકળતા પૈસા બાબતે ચાર શખસોએ આજી વસાહત પાસેથી કારમાં ઉપાડી જઈ ટંકારાના જબલપુર ગામે આખી રાત માર માર્યો : આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો
શહેરમાં રણુજા મંદિર પાછળ કોઠારિયા મેઈન રોડ ઉપર આકાશદીપ સોસાયટીમાં રહેતા અને પ્લમ્બીંગનું કામકાજ કરતા યુવાન અને તેના બનેવીનું પૈસાની ઉઘરાણી પ્રશ્ને રાજકોટમાં આજી વસાહત પાસેથી ટંકારાના જબલપુર ગામના ચાર શખ્સોએ બે કારમાં અપહરણ કરી ગોંધી રાખી સાળા-બનેવીના હાથપગ ભાંગી નાખતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે આ મામલે પોલીસે નોંધ્યો હતો.
મળતી વિગતો મુજબ ગૌતમભાઈ મનુભાઈ વ્યાસ ઉ.વ.એ પોતાની ફરિયાદમાં આરોપીમાં બાબુભાઈ વિરાભાઈ ઝાપડા, મેહુલ ઉર્ફે લાલો, હકાભાઈ ઝાપડા અને સાહિલ સાહમદારનું નામ આપતા જણાવ્યું હતું કે, તે પ્લમ્બીંગનું કામ કરતો હોય તેના કાકા મારફતે બાબુ હિરા ઝાપડાનો સંપર્ક થયો હતો.જેને ટંકારા તાલુકાના જબલપુર ગામે રામવાડી નજીક મકાનનું કામ કરવાનું હોય ત્યાં પ્લમ્બિંગ અને ફર્નિચર કામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. દોઢ વર્ષ પૂર્વે ગૌતમ અને તેના મિત્ર પ્રશાંત કે જે ફર્નિચરનું કામ કરતો હોય તેણે બાબુનું કામ કર્યુ હતું. જેમાં થયેલ ખર્ચની રકમ લેવાની હોય ત્યારે બાબુએ પોતાના બંગલાના કામમાં થયેલ ખર્ચ આપવાના બદલે સામા રૂપિયા માંગ્યા હતા અને અવાર નવાર ગૌતમને ધમકી આપતો હતો.
દરમ્યાન ગૌતમ આજી વસાહતમાં પોતાની હોન્ડા સીટી નંબર જીજે 1 આરજી 3767 લઈને સર્વિસ કરાવવા ગયો ત્યારે બાબુ અને હકા ઝાપડા ત્યાં આવ્યા હતા અને સ્વીફ્ટ કારમાં હિસાબ કરવા માટે વાત કરી હતી. પોતે ગાડીમાં બેસવાની ના પાડતા હકા અને લાલાએ ધક્કો મારી ગાડીમાં બેસાડી દીધો હતો સાથે ફર્નિચરનું કામ કરનાર પ્રશાંત ગઢિયાને પણ ગાડીમાં બેસાડ્યો હતો. પ્રશાંતના ફોનમાંથી ગૌતમના બનેવી વિપુલ ખિમજી પાંભર અને ભગીરથ શાંતિભાઈ વ્યાસને ફોન કરી બન્નેને રેલનગર બોલાવ્યા હતા ગૌતમ અને વિપુલને બાબુએ તેની કારમાં બેસાડ્યા હતા.બાદમાં કારમાં બેસાડી ટંકારાના જબલપુર ગામે રામવાડી પાસે અપહરણ કરીને લઈ જઈ આરોપીઓએ ગૌતમ અને તેના બનેવીને ધોકા-પાઇપ વડે બેફામ માર માર્યો હતો.જેથી આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે.