ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઉછીના પૈસા બાબતે મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યા
શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉછીના પૈસા બાબતે ઝગડો કરીને યુવકને તેના મિત્રએ છરી ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હરિધવા રોડ પારસ સોસાયટી 1 માં રહેતાં પિયુષભાઈ ધીરુભાઈ ઠુંમર (ઉ.વ.38) તેઓ રાત્રિના ગ્રીન લેન્ડ ચોકડી નજીક પાણીનાં ટાંકા પાસે હતો ત્યારે તેના મિત્ર નરેશ સોજીત્રાએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તુરંત તેને સારવાર ખસેડવામાં આવ્યો હતો.આ મામલે પોલીસેતપાસ કરતા જાણવા મળ્યું હતું કે,પિયુષ અને નરેશ બંને મિત્રો છે. પિયુશે અગાઉ તેના મિત્ર નરેશ પાસેથી 10 હજાર ઉછીના લીધા હતા. બાદ તે પૈસા માંગતા બંને વચ્ચે વચ્ચે બોલચાલી થઈ હતી. રાત્રીના નરેશે ફોન કરી પિયુષને ગ્રીન લેન્ડ ચોકડી નજીક પાણીનાં ટાંકા પાસે બોલાવી ઝઘડો કરી પિયુષને છાતી, હાથ અને શરીરે છરીના ઘા ઝીંકી દીધા હતા.જયારે આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
