નવાગામમાં રમતા-રમતા નાલામાં પડી જતાં 6 વર્ષના બાળકનું મોત
નવાગામમાં રામાપીરના મંદિર પાસે મફતીયાપરામાં રહેતાં મુળ બિહારના બીપીન મહતોનો પુત્ર રાજકુમાર (ઉ.વ.૬) ઘર નજીક રમતો રમતો પાણીના નાલામાં પડી જતાં ડુબી જવાથી મોત થયું છે.વિગત મુજબ નવાગામમાં રામાપીરના મંદિર પાસે મફતીયાપરામાં રહેતો રાજકુમાર મહતો સાંજે ઘર નજીક બીજા છોકરાઓ સાથે રમવા ગયો ત્યારે રમતાં રમતાં પાણી ભરેલા નાલામાં પડી જતા છોકરાઓએ દોડીને તેના ઘરે જઈ જાણ કરતાં માતા-પિતા સહિતના દોડી આવ્યા હતા અને તેને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો પરંતુ અહિં સારવારમાં તેને દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. કુવાડવા પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો.