રાજકોટમાં ૫૮ વર્ષ લંપટનું ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
ચોકલેટ આપવાની લાલચે દુકાનમાં લઈ લઈ આચરેલું કૃત્ય: પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
રાજકોટમાં એક ૫૮ વર્ષના નરાધમે ૪ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીદૂકાનમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતા તેના ઉપર ફીટકાર વરસી રહ્યો છે. આઘટનામાં ભોગ બનનાર બાળકીની માતાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ શરૂ કરી હતી.
ભોગ બનેલી બાળકીની ઉમર ૩ વર્ષ અને ૧૧ માસની છે તેની માતાની ફરિયાદને આધારે માયાણી ચોક રોયલ સ્કૂલની બાજુમાં શેરી નં.૩માં જય સોમનાથ નામના મકાનમાં રહેતાં ભીખા છગનભાઇ વાજા (ઉ.વ.૫૮) સામે પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેનેસકંજામાં લીધો હતો. બાળકીના પિતા ચોકીદારીનું કામ કરે છે.બનાવના દિવસે પુત્રી ઘર પાસેથી રમતા રમતા મોડે સુધી પાછી નહિ આવતા
પિતા શોધવા નીકળ્યા ત્યારે ઘર નજીક આવેલ બેસ્ટ લોન્ડ્રી નામની દૂકાનચલાવતો ભીખા છગનભાઇ વાજા બહારઆવ્યો હતો. તેની પાછળ પાછળ બાળકી પણ બહાર આવી હતી. તેના પેન્ટની ચેઇન ખુલ્લી જોવા મળી હતી. અને બાળકીના પિતાને જોઇને ભીખો વાજા ગભરાઇ ગયોહતો. પુત્રીને અંદર શું કામ લઇ ગયો હતો તેમ પુછતાં તેણે ભીખાએ ભાગ લેવા માટે પૈસા આપવા દૂકાનમાં લઇ ગયાનું કહ્યું હતું. પણ તેનાકપડાની હાલત જોતાં અમને શંકા ઉપજી હતી.પુત્રીને ઘરે લઇ જઇ શું બન્યું? તે અંગે પુછવામાં આવતાંબાળકીએ જણાવ્યું કે, ચોકલેટ આપવાની લાલચ દઇ ભીખો બાળકીને દૂકાનમાં લઇ જવાયા બાદદૂકાનવાળા બાપાએ પાંચ રૂીપયા દીધા હતાં અને ગુપ્તાંગ ઉપર બાળકી પાસે પાંચ વખત પપ્પીકરાવી હતી. પુત્રીએ જણાવેલી વિગતોને આધારે પરિવારે યુનિવર્સિટી પોલીસનેજાણ કરતાં પીઆઇ બી. પી. રજયાસહિતના સ્ટાફે ગુનો નોંધીહવસખોરને દબોચી લઈ તેણે કાયદાનું ભાન કરાવ્યું હતું.