જંગલેશ્વરમાંથી 11 કિલો ગાંજા સાથે 17 વર્ષીય કેરિયર પકડાયો: ત્રણ સપ્લાયર ફરાર
ભકિતનગર પોલીસ મથકના પી.આઈ એમ. એમ. સરવૈયા અને ટીમનો દરોડો
જંગલેશ્વરમાંથી ભક્તિનગર પોલીસે 11 કિલો ગાંજા સાથે 17 વર્ષીય સગીરની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં વધુ ત્રણ શખ્સના નામ ખૂલતાં પોલીસે ત્રિપુટીની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વર શેરી નં.9માંથી એક શખ્સ સ્કૂટર પર માદક પદાર્થના જથ્થા સાથે નીકળવાનો હોવાની હકીકત મળતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.સરવૈયા સહિતની ટીમે વોચ ગોઠવી હતી અને નિયત નંબરનું સ્કૂટર પસાર થતાં જ તેને અટકાવ્યું હતું. પોલીસે સ્કૂટરચાલક સગીરના કબજામાં રહેલો થેલો ચેક કરતાં તેમાંથી રૂ.1.10 લાખની કિંમતનો 11 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને સ્કૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સગીરની અટકાયત કરી છે. પૂછપરછમાં એક એક પરપ્રાંતીય હિન્દીભાષી શખ્સે 11 કિલો ગાંજો જંગલેશ્વરના હબીબ હારુન ખિયાણીને આપવા માટે આપ્યો હોવાનું અને દાનીશ ઉર્ફે ભગો હનીફ માજોઠીએ સગીરને આ ગાંજો હિન્દી ભાષી શખ્સ પાસેથી લઈને ડિલિવરી હબીબ હબીબ હારૂન ખીયાણીને પહોંચાડવાનું જણાવ્યું હતું. પરપ્રાંતીય પાસેથી મળેલો માદક પદાર્થનો સપ્લાય થાય તે પહેલા પોલીસે સગીરને ઝડપી લીધો હતો.પોલીસે હવે ત્રણેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંજા સપ્લાયરોની નવી મોડેસ ઓપરેન્ડી કેરિયર તરીકે બાળકોનો ઉપયોગ
ભક્તિનગર પોલીસે તપાસ કરતાં જેના નામ ખૂલ્યા છે તે હબીબ અને દાનિશના ગુન્હાહિત ઇતિહાસ નથી. સગીરના કબ્જામાંથી ગાંજો પડકડાયો તે ચોંકાવનારી બાબત છે,ડ્રગ્સ પેડલરોની આ નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. હવે ડ્રગ્સ પેડલર પોલીસથી બચવા સગીરોને રૂપિયાની લાલચ આપી તેમનો ઉપયોગ ડ્રગ્સ કેરિયર તરીકે કરી રહ્યા છે. જે સગીરની ધરપકડ કરવામાં આવી છે તે ડ્રગ્સ પેડલરોનો કોઈ સંબંધી કે પરીવારજન નથી જેથી આ સગીરને રૂપિયા કે અન્ય કોઈ લાલચ આપીને તેનો ઉપયોગ કેરિયર તરીકે કરવામાં આવ્યો હોય જે બાબત પોલીસ અને આવા બાળકોના વાલીઓ માટે ચિંતાજનક કહી શકાય.