રાજકોટની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પાંચ વખત દુષ્કર્મ
કેટરર્સમાં કામે જતી સગીરાનું અપહરણ કરી ગોંડલ નજીક વાડીમાં લઈ જઈ કૃત્ય આચર્યું
રાજકોટ નજીક ખોખડદડ વિસ્તારમાં વાડીમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી દૂષ્કર્મની ઘટનામા પોલીસફરિયાદ નોંધાઈ છે. ભોગ બનેલી ૧૪ વર્ષની બાળાના માતાની ફરિયાદ પરથીખોખડદળનાવનરાજ મોહનભાઇ નામના શખ્સ વિરૂધ્ધ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
સગીરા આગઉ કેટરર્સમાં કામે જતીહતી. એકાદ વર્ષ પહેલા તેણીને ખોખડદળમાં બીલીપત્ર પાર્ટીપ્લોટ પાસે વાડીવાવવા રાખનારા વનરાજ મોહનભાઇ નામના શખસ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ઘરેથીકેટરર્સમાં કામે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયા બાદ ઘરેપરત આવી ગઇ હતી. તેને પૂછતા વનરાજ તેને લગ્નની લાલચ આપી ગોંડલ તરફ લઇ ગયો હતો.
બળજબરીથીચાર-પાંચ વખત શરીર સંબંધ બાંધી લીધો હોવાનું જણાવ્યા બાદ આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એલ.એલ. ચાવડાસહિતે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.