ઉપલેટાના સેવંત્રાના ડુંગળીના વેપારી સાથે રૂ.7.99 લાખની છેતરપિંડી
પશ્ચિમ બંગાળના વેપારીએ રૂ.41.69 લાખની ડુંગળી માંગવી બાકી રકમ નહિ ચૂકવતા પોલીસ ફરિયાદ
ઉપલેટાના સેવંત્રા ગામના સતનામ ટ્રેડીંગ નામની પેઢી ચલાવતા ડુંગળીના વેપારી સાથે પશ્ચિમ બંગાળના વેપારીએ રૂ.7,99,680ની છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વેપારી પાસેથી રૂ.49.69 લાખની ડુંગળી ખરીદી કર્યા બાદ રૂ.41.69 લાખ જેટલી રકમ ચૂકવી દઈ બાકીની બાકીના રૂ.7,99,680 જેટલી રકમ નહિ ચૂકવતા ફરિયાદ નોંધાઈ છે.
સેવંત્રા ગામના સતનામ ટ્રેડીંગ નામની પેઢી ચલાવતા ડુંગળીના વેપારી ગોવિંદભાઈ નથુભાઈ બારિયા પાસેથી પશ્ચિમ બંગાળના બશીર હટના વેપારીએ રાજકોટનાં ભરતભાઈ મકવાણાની મધ્યસ્થીથી રૂ. 49.69 લાખની કિંમતની ડુંગળી વેચી હતી. વેસ્ટ બંગાળના બશીર હટે કટકે કટકે 41.69 લાખ ફરિયાદીને ચુકવ્યા હતાં. બાકીના નિકળતાં રૂ.7,99,680 નહીં ચુકવતાં અનેક વખત ઉઘરાણી કરવા છતાં બંગાળના વેપારી બશીરે રકમ નહીં ચુકવતાં તેની સામે ઠગાઈ વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
