60 વર્ષના ડોસાએ પરિણીતા અને તેની આઠ વર્ષની પુત્રીની કરી છેડતી
મવડી વિસ્તારની ઘટના : ક્વાર્ટર ભાડે અપાવી દેવાનું કહી પરિણીતાને મળવા બોલાવી જાતીય સતામણી કરી
રાજકોટ ક્વાર્ટર ભાડે આપવાનું કહીં 60 વર્ષના ડોસાએ મહિલા અને તેની આઠ વર્ષની દીકરીની છેડતી કરી જાતીય સતામણી કરવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે માલવીયાનગર પોલીસે આરોપીની ધરપકડ કરી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
વિગતો મુજબ,મવડી વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મનસુખ લીલાતર વાઢેર (રહે.મહર્ષિ ટાઉનશીપ બ્લોક નં.103, રેલનગર) નું નામ આપતાં જણાવ્યું હતું કે,તેણી ઘરકામ કરે છે અને તેના લગ્ન 10 વર્ષ પહેલા થયેલ છે.તેમને સંતાનમાં એક આઠ વર્ષની પુત્રી છે અને પોતે તેમના માતાના ઘરે છેલ્લા આઠેક માસથી રીસામણે આવેલ છે.ગત તા.07 ના તેણીને ભાડે રહેવા રૂમ ની જરૂર હોય જેથી તેણી જે ક્વાર્ટરમાં રહેતી તે ક્વાર્ટરના પહેલા માળે આવેલ રૂમ પર મોબાઇલ નંબર લખ્યા હતાં.જેમાં કોલ કરી કહ્યું કે, તમારે રૂમ ભાડે આપવાનો છે,તો સામે વાળા ભાઈએ કહ્યું કે,હું હમણા રૂબરૂ રૂમ પર આવુ છુ, તેમ કહી થોડીવારમાં આ શખ્સ રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો.તે શખ્સે તેણીને રીક્ષા પાસે બોલાવતા તેણી તેમની આઠ વર્ષની દીકરી સાથે ત્યા આવ્યા હતા.અને કાલે ફ્લેટ જોવાની વાત થઇ હતી.
બાદ બીજા દિવસે તે શખ્સે અગિયારેક વાગ્યા આસપાસ ફોન કરેલ અને તે નીચે આવેલ છે,તમે રૂમ જોઇ જાવ કહેતાં તેણી તેની પુત્રી સાથે પહેલા માળે ગયેલ અને તેમની પુત્રી ક્વાટરના રૂમ બહાર રમવા લાગી હતી.ત્યારે તે શખ્સે ક્વાટર ખોલેલ અને તેણી ક્વાટરમાં અંદર ગયેલ ત્યારે રૂમમાં આરોપીએ તેણીને પાછળના ભાગેથી પકડી લીધેલ અને કહેલ કે,તુ એગ્રી થા તો હું, આ તારા નામે કરી દઉ, જેથી તેણીએ તરત પોતાને છોડાવી તેમના માતાના ક્વાટરમાં ભાગી ગયેલ હતી.તેણીએ બનાવ અંગે તેમની માતાને જાણ કરી હતી. ત્યારે તેમની દિકરી પણ વાત સાંભળતી હોય જેથી તેણીએ પણ જણાવેલ કે, મમ્મી મારી સાથે આ ભાઇએ કાલ શરીર પર ટચ કર્યું કર્યું હતું અને 20 રૂપિયા આપ્યા હતાં.જેથી આ મામલે મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા માલવિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને આરોપીની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.