કણકોટ પાસે સિટી બસ ઠોકરે 6 વર્ષના બાળકનું મોત : માતા ગંભીર
માતા બાળક સાથે દૂધ લેવા જતી હતી ત્યારે બેફામ દોડી આવતી બસે અકસ્માત સજર્યો : તાલુકા પોલીસે ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી
શહેરમાં સીટીબસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર અકસ્માતો સર્જતા રહે છે. ત્યારે વધુ એક સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો છે.કણકોટ રોડ પર લાભુભાઈ ત્રિવેદી કોલેજ પાસે માતા તેના 6 વર્ષના બાળક સાથે નજીકમાં આવેલી દુકાન પર ચાલીને દૂધ લેવા જતાં હતા.ત્યારે બેફામ દોડી આવતી એસટી બસે માતા-પુત્રને ઠોકરે ચડાવતા હતા. અને ઘટના સ્થળે જ બાળકનું મોત નીપજ્યું હતું.જ્યારે આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વિગત મુજબ કણકોટ રોડ પર કૃષ્ણનગરમાં રહેતા હેતલબેન ભરતભાઈ ગોયલ (ઉ.વ.૩૪) તેમના 6 વર્ષના પુત્ર રાજવીર ગોયલ સાથે સવારના સમયે લાભુભાઈ ત્રિવેદી કોલજે પાસે આવેલી દુકાન પરથી દૂધ લેવા માટે ચાલીને જતાં હતા ત્યારે જીજે.03.બીઝેડ.0588 નંબરની સિટી બસના ચાલકે બેદરકારીથી બસ ચલાવીને માતા-પુત્રને ઠોકરે ચડાવ્યા હતા.જેમાં ઘટના સ્થળે જ રાજવીર ગોયલનું મોત નીપજ્યું હતું.અને માતા હેતલબેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે તેઓને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પીએસઆઈ કારેણાં સહીતનો સ્ટાફ દોડી આવ્યો હતો.અને સિટી બસના ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.