રાજકોટના હોટલ સંચાલકના 6 પ્લોટ ભાગીદારે બારોબાર વહેચી નાખ્યા
પડધરી ઢોકળીયા ગામના પ્લોટ વહેચી ત્રીજા દિવસે પોતના નામે કરી લીધા
રાજકોટના અમીન માર્ગ પર સિલ્વર પાર્કમાં રહેતાં અને બિલ્ડર અને હોટલ હાર્મનીના સંચાલક જયંતભાઈ રામભાઈ ચાવડા તથા તેમના ભાગીદાર બીશુભાઈ વાળા સાથે 150 ફૂટ રીંગ રોડ ઉપર જાગૃતીદિપ હાઈટસમાં રહેતા શૈલેષ વિજયસિંહ કામળીયાએ પડધરી ઢોકળીયા ગામે પ્લોટીંગમાંથી 6 પ્લોટનો હિસ્સો બારોબાર વહેચી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના શાસ્ત્રી મેદાન સામે હોટેલ હાર્મનીના માલિક અને બિલ્ડર જયંતભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમણે ભાગીદાર બીસુભાઈ વાળા અને આરોપી સાથે મળી પડધરીના ઢોકળીયા ગામના રે.સ.નં. 177 માં જમીન 2010માં ખરીદી હતી. જેમાં શિવાલય બી નામથી લે-આઉટ પ્લાન મંજુર કરાવ્યો હતો. જેમાં 42 પ્લોટો પાડવામાં આવ્યા હતા. આ મિલકતમાં ત્રણેય 33 ટકાના ભાગીદાર હતા.આ મિલકતનો વહીવટ કરવા 2011માં કુલમુખત્યારનામું કરી અપાયું હોય શૈલેષ વિજય કામળીયાએ પ્લોટના વેચાણનું કામ કરતો હતો. વર્ષ 2021માં શૈલેષ કામળીયાએ બંને ભાગીદારોની જાણ બહાર આધારે 6 પ્લોટનો જયેશ ડાવેરા નામના શખ્સને દસ્તાવેજ કરી આપ્યા બાદ જયેશ ડાવેરા પાસેથી રૂ.3.08 લાખમાં દસ્તાવેજથી તમામ પ્લોટ પોતના નામે કરી લઈ છેતરપિંડી કરતાં આ મામલે પડધરીમાં પોલીસ મથક શૈલેષ વિજયસિંહ કામળીયા સામે ફરિયાદ નોંધાવી હતી.