ગ્રીનલેન્ડ ચોકડી પાસેઘોડીપાસાના જુગારરમતા 6 પકડાયા
ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલની સામે શિવનગરના ખુણે ખુલ્લા પટમાં જાહેરમા ઘોડીપાસાના જુગારઉપર બી-ડિવિઝન પોલીસ મથકના પી. આઈ આર.જી.બારોટ તથા પીએસઆઈ કે.ડી.મારૂ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ફિરોજભાઈ અહમદભાઈ અગવાન,કૈલાશભાઈ દેવરાજભાઈ ચારણ,વિરમભાઈ રાણાભાઈ ગોહીલ,રવિભાઈ પાંચાભાઈ જીંજરીયા,રણજીતભાઈ કાનજીભાઈ વાઢેર,મહેશભાઈ રમેશભાઈ બાંભવાની ધરપકડ કરી હતી દરોડામાં જગદિશ ઉર્ફે જગો વિભાભાઈ રાતડીયા ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂ. ૧૩૨૫૦રોકડા કબજે કર્યા હતા.