Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

EDના નામે ફોન પર કેદ’ કરી કારખાનેદાર પાસેથી ૫.૩૫ લાખ પડાવાયા

Wed, February 5 2025

કાન દુ:ખી જાય તેવી કોલરટ્યુન,જાહેરાતોથી સાયબર ક્રાઈમથી જાગૃતિનો પ્રયાસ છતાં આ સ્થિતિ

સવારે ૯:૪૫ વાગ્યાથી ઈડીના આસિ.ડાયરેક્ટર તરીકે વૉટસએપ કોલ કર્યા બાદ કલાકો સુધી ફોન ચાલું રખાવ્યો, કારખાનેથી બેન્ક અને ત્યાંથી ઘર સુધી દોડાવ્યા

ફોન પર જ ડિઝિટલ અરેસ્ટ વોરંટ મોકલ્યું'ને કહ્યું, તમારા નામે સીમકાર્ડ નીકળ્યું છે જેના આધારે બેન્કમાં ખાતું ખોલાવી નાણાંકીય હેરાફેરી કરાઈ છે

ડિઝિટલ અરેસ્ટ’ના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા દરેક ટેલિકોમ કંપનીને આ ક્રાઈમથી જાગૃતિ લાવે તેવી કોલરટ્યુન સેટ કરવાનો આદેશ અપાતાં જ દરેક ફોન ઉપર અત્યારે આ ટ્યુન સંભળાઈ રહી છે. એકંદરે આ કોલરટ્યુનથી લોકોના કાન દુ:ખી રહ્યા છે પરંતુ જાગૃતિ માટે તે જરૂરી હોય લોકો વિરોધ કરી રહ્યા નથી. આ ઉપરાંત અલગ-અલગ માધ્યમો થકી જાહેરાતો પણ કરવામાં આવી રહી છે છતાં તેની કોઈ જ અસર થઈ રહી ન હોય તેવી રીતે ડિઝિટલ અરેસ્ટ અટકવાનું નામ લઈ રહ્યું નથી. રાજકોટના એક કારખાનેદારને ઈડીના નામે ફોન કરી `કેદ’ કરી લીધા બાદ માફિયાઓએ તેમની પાસેથી ૫.૩૫ લાખ રૂપિયા પડાવી લેતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


આ અંગે સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર પ્રદ્યુમન પાર્ક શેરી નં.૪માં રહેતા અને કાસ્ટિંગની ભઠ્ઠી ધરાવતાં પ્રવીણ ધીરજભાઈ ઉંધાડ (ઉ.વ.૪૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત ૨૯ જાન્યુઆરીએ તેઓ પોતાના કારખાને હતા ત્યરે સવારે ૯:૫૪ વાગ્યે વૉટસ ઉપર ૯૭૭૭૪૧ ૬૮૦૬૨ ઉપરથી વૉટસએપ કોલ આવ્યો હતો જે ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નિરજ કુમાર તરીકે આપી હતી. આ પછી તેણે એમ કહ્યું હતું કે પ્રવીણ ઉંધાડના નામે ઈશ્યુ થયેલા સીમકાર્ડ મારફતે કેનેરા બેન્કમાં ખાતું ખોલાવીને તેમાં નાણાકીય હેરાફેરી કરવામાં આવી છે જેને ઈડીએ પકડી પાડ્યો છે. આ પછી એક વ્યક્તિનો ફોટો પણ મોકલ્યો હતો જેને પ્રવીણ ઉંધાડ ઓળખતાં ન હોવાનું કહ્યું હતું.


જો કે કથિત આસિ.ડાયરેક્ટરે પ્રવીણ ઉંધાડને ડરાવ્યા હતા અને વૉટસએપ પર તેમના ફોટા સાથેનું ડિઝિટલ અરેસ્ટ વોરંટ મોકલ્યું હતું. આ જોઈને પ્રવીણ ઉંધાડ ગભરાઈ ગયા હતા અને ફોન કરનાર વ્યક્તિ જેમ કહે તેમ કરવા તૈયારી દર્શાવી હતી. આ પછી ફોન કરનારે પ્રવીણના ખાતામાં રહેલા તમામ પૈસાનું વેરિફિકેશન કરવા માટે ૫.૩૫ લાખની રકમ આરટીસીએજ કરવા જણાવ્યું હતું સાથે સાથે કોઈને વાત ન કરવા ધમકી આપી હતી. ત્યારબાદ પ્રવીણ ઉંધાડ કારખાનેથી નીકળી ઘેર આવ્યા હતા અને ચેકબુક લઈ રાજનગર ચોકમાં આવેલી બેન્કમાં જઈને ૫.૩૫ લાખનું આરટીસીએજ ફોન કરનારના કહ્યા મુજબ કરી આપ્યું હતું. આ બધું પત્યા પછી તેઓ રૂમમાં એકલા બેસી રહ્યા હતા. થોડી વાર બાદ એક મહિલાનો ફોન આવ્યો હતો જેણે એકાઉન્ટનું વેરિફિકેશન થઈ ગયું હોવાથી થશેડી વારમાં ૫.૩૫ લાખનું પેમેન્ટ ખાતામાં જમા થઈ જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જો કે પૈસા પરત ન આવતાં પ્રવીણ ઉંધાડે મીત્ર સંજય કોરાટને વાત કરતાં છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

Share Article

Other Articles

Previous

ચાર લાખ રોકાણ, રોજ ચાર હજારનું વળતર: વેપારીના ૧૩ લાખ ફસાયા

Next

૧૦ વર્ષના પુત્રની હત્યા કરી નાખ્યા પછી પોતે આપઘાતનું વિચાર્યું પણ હિંમત ન ચાલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મોકામાની બેઠક પર ‘છોટે સરકાર’નો જલવો : જેલમાં બેઠા બેઠા બાહુબલી નેતા અનંત સિંહની ભવ્ય જીત
22 મિનિટutes પહેલા
SIR ડિજિટાઇઝેશનમાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે : 23 લાખ મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ કરી રાજ્યમા 14માં ક્રમે
45 મિનિટutes પહેલા
દાને દાને મેં કેન્સર કા દમ! RMCની ફૂડ શાખા દ્વારા વિમલ-RMD ગુટખાના જવાબદારોને 23 લાખનો દંડ
57 મિનિટutes પહેલા
ગળપણનું સગપણ’ને સમજમાં સંગાથ! ડાયાબિટીક યુવકો-યુવતીઓ માટે 5 વર્ષથી રાજકોટમાં ચાલતું અનોખું મેટ્રિમોનિયલ ગ્રુપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2648 Posts

Related Posts

લેબેનોનમા ઈઝરાયલના હવાઈ હુમલાઓથી મૃત્યુ આંક 585 ઉપર પહોંચ્યો, 50 બાળકો અને 90 મહિલાઓનો પણ સમાવેશ
Breaking
1 વર્ષ પહેલા
જોવાનુ મન થાય એવી 2024ની હિન્દી ફિલ્મો, જુઓ કઈ કઈ છે
Entertainment
2 વર્ષ પહેલા
ભારત, બ્રિટન કઈ દિશામાં આગળ વધશે ? કયા કરાર થશે ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ભારતે ફરી અવકાશમાં તાકાત વધારી, 100 કિલોમીટર સુધી જઈને પ્રહાર કરતી મિસાઈલનું સફળ પરીક્ષણ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર