સોશિયલ મીડિયામાં પરિચય મેળવી 16 વર્ષીય સગીરા પર વિધર્મી શખસનું દુષ્કર્મ
જસદણ પંથકનો બનાવ : ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરાના ઘરમાં ઘૂસી અવાર નવાર હવસનો શિકાર બનાવી : નરાધમની આટકોટ પોલીસે કરી ધરપકડ
સોશિયલ મીડિયાના દૂર ઉપયોગનો એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જસદણ પંથકમાં આવેલા ગામમાં રહેતી ૧૬ વર્ષની સગીરા સ્નેપચેટ થકી ગામમાં જ રહેતા વિધર્મી શખસ સાથે પરિચયમાં આવી હતી. બાદમાં આ શખસે તેને ફસાવી તેના ફોટા પાડી લીધા હતા ત્યારબાદ આ ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી ઘરે આવી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચયુ હતું, જે અંગે સગીરાના માતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની મળતી વિગતો મુજબ જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના જ ગામમાં રહેતા સરફરાઝ રજાકભાઈ ભટ્ટી (ઉ.વ ૨૧) નું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ૧૬ વર્ષની દીકરી મોબાઇલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હોય જેમાં સ્નેપચેટ એપ્લિકેશન થકી તે આરોપી સરફરાઝના પરિચયમાં આવી હતી આરોપી સાથે પરિચયમાં આવ્યા બાદ સગીરા અને આરોપી બંને વાતચીત કરતા હતા.આ દરમિયાન આરોપી સરફરાઝે સગીરાને ભોળવી તેણીના ફોટા પાડી લીધા હતા.સગીરા ઘરે એકલી હતી.ત્યારે આરોપી ઘરે ઘુસી આવ્યો હતો બાદમાં તેણે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરાની મરજી વિદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. અને ધમકીઓ આપી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.આ વિધર્મી શખ્સના ત્રાસથી સગીરા ગુમસુમ રહેતી હોવાથી પરિવારજનો આ બાબતે પૂછતા અંતે સગીરાએ પરિવારને આપવીતી જણાવી હતી.જેથી આટકોટ પોલીસે ગુનો નોંધી સરફરાઝ ભટ્ટીની ધરપકડ કરી હતી.