આરોપીના પરિવારને જાણ કરતાં વેપારી ઉપર હુમલો કર્યો*તો
રાજકોટમાં જૈન દેરાસર પાસે રહેતી વેપારીની 15 વર્ષની પુત્રીને પોર્ન વિડીયો બતાવી તેના ફ્લેટની પાસેની વિંગમાં રહેતાં શખ્સે તેની સાથે દુષ્કર્મ ગુજરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર સગીરાના પિતાએ આરોપીના કૃત્ય અંગે પરિવારને જાણ કરતાં આરોપી અને તેના પિતાએ સગીરાના પિતા ઉપર હુમલો કર્યો હતો.
જૈન દેરાસર પાસે રહેતા એક લોહાણા વેપારીની પુત્રી સાથે દુષ્કર્મ ગુજારનાર 20 વર્ષના જેનીલ અતુલભાઇ સવાણીને પોલીસે સકંજામાં લીધો છે. ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પ્રાથમિક તપાસ માં જાણવા મળતી વિગતો મુજબ 20 વર્ષના જેનિલ અતુલ સવાણીએ ગત તારીખ 22/11 ના રાત્રીના દસ વાગ્યાની આસપાસ તેની 15 વર્ષની સગીર પુત્રીને ફ્લેટની અગાસી પર બોલાવી હતી. મોબાઈલમાં પોર્ન વિડીયો દેખાડ્યા અને તેની સાથે અડપલાં કરી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. બનાવ અંગે ભોગ બનનાર 15 વર્ષની સગીરાએ આપવીતી પરિવારને જણાવતા ભોગ બનનાર સગીરાના પરિવારે જેનીલના પરિવારને આ બાબતે જાણ કરતાં જેનિલના પિતા સહિતની ટોળકીએ સગીરના પિતા ઉપર હુમલો કર્યો હતો. જે બાદ આ અંગે સગીરા સાથે કૃત્ય આચનાર જેનીલ સામે ફરિયાદ નોંધાવી હતી.ગાંધીગ્રામ પોલીસે આ મામલે જેનીલને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી હતી.