10 વર્ષની દીકરી જેને મામા કહેતી તેને જ પોર્ન વિડીયો બતાવી શારીરિક અડપલાં કર્યા
ચાંદીની ભઠ્ઠી ચલાવતાં પરીવારની ઘરે આવતા પરિચિત શખ્સે બાળકીને પાણી આપવાના બહાને ઉપરના માળે બોલાવી કૃત્ય આચર્યું : દિકરીએ પેટમાં દુ:ખવાની ફરીયાદ કરતાં ભાંડો ફૂટ્યો : બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી દબોચ્યો
રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ચાંદીની ભઠ્ઠી ચલાવતાં પરીવારની 10 વર્ષની દીકરી જેને મામા કહેતી હતી.તે પરિચિત શખ્સે બાળકીના ઘરે આવી તેને પાણી આપવાના બહાને ઉપરના માળે બોલાવી મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવી ગંદા પોર્ન વિડીયો બતાવી દીકરીના ગુપ્ત ભાગે અડપલાં કરતો હતો અને કોઈને વાત કરી તો મારી નાખવાની ધમકી આપી હતી. બાળાને ઘટના બાદ પેટમાં દુખાવો ઉપડતાં તેને સારવારમાં ખસેડાવામાં આવી હતી.અને દીકરીએ હકીકત વર્ણવતા વિકૃત શખ્સનો ભાંડો ફૂટ્યો હતો. આ બનાવ મામલે બી. ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વિકૃતાનું ભૂત ઉતાર્યું હતું.
વિગત મુજબ પેડક રોડ પર રહેતાં મૂળ મહારાષ્ટ્રના વતની મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પેડક રોડ પર નવનાથ રિફાઈનરીના ઉપરના માળે રહેતા શ્રીનિવાસ ચંદર યમગરનું નામ આપતાં બી-ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યું હતો.ફરીયાદીના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેઓ ચાંદીની ભઠ્ઠી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરીવારમાં પત્ની અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેમની દસ વર્ષીય પુત્રી છઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને આરોપી શ્રી નિવાસ પણ મહારાષ્ટ્રનો હોવાથી તેની સાથે 15 વર્ષથી સબંધ છે.આરોપીની સગાઈ થઈ ગઈ હોવાથી તે છેલ્લા ત્રણ માસથી દર રવિવારે ફરિયાદીના ઘરે મંગેતર સાથે વાત કરવા આવતો હતો. ત્યારે તેમની પુત્રીને તે પાણી આપવા માટે બોલાવતો હતો.
દરમિયાન ગત રવિવારે તેમની પુત્રીને પાણી આપવા માટે બોલાવ્યા બાદ બીજા દિવસે પુત્રીએ પેટમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે બાદ તેણીએ આપવીતી વર્ણવતા માતા-પિતા નીચેથી જમીન સરકી ગઈ હતી. દિકરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આરોપી તેને પાણી આપવા માટે બોલાવ્યા બાદ તેના મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવી શારીરિક અડપલાં કરતો હતો.જેથી તેઓ પોલીસ મથકે દોડી ગયાં હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી શ્રીનિવાસની ધરપકડ કરી હતી.