રેલનગરમાં ધંધાર્થી પર ત્રણ શખસોનો છરી વડે હુમલો
ભગવતીપરામાં કારમાં થયેલી નુકશાનીના પૈસા ઉઘરાવવા યુવકનું માથું ફોડી નાખ્યું
શહેરમાં બે મારમારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં રેલનગર રોડ પર આટો મારવા નીકળેલા ફુટના ધંધાર્થી પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતાં તેમણે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. અને આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.બીજા બનાવમાં ભગવતીપરામાં રહેતા યુવકે કુતરાને ભાગડવા માટે પથ્થર ફેક્યો હતો.જે કારમાં વાગતા તેનું કાર માલિકે માર મારી માથું ફોડી નાખ્યું હતું.
પ્રથમ બનાવમાં પોપટપરા-૧૫માં રહેતો કપીલભાઈ મોહનભાઈ પંજાબી (ઉ.વ.૩૨) રાતે દસેક વાગ્યે રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર ચાલીને જતો હતો ત્યારે જામનગર રોડ પર રહેતા અલ્તાફ, તેના મિત્રો ભાવેશ કુંભાર અને ભાભા સિંધીએ ધંધો કરવા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખી તેમને આંતરી લઇ છરી વડે હુમલો કર્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં કપીલભાઈને સારવાર માટે ખસેડયા હતા.અને આ મામલે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો છે.અન્ય બનાવમાં ભગવતીપરામાં રહેતા દિપક પોપટ નામનો યુવક તેના ઘર પાસે હતો ત્યારે શેરીમાં કુતરાને ભગાડવા માટે તેના પર પથ્થરનો ઘા કર્યો હતો. જે પથ્થર એક કારમાં પડતાં કારનો કાચ તૂટી ગયો હતો.જેથી કારના માલિક ભરતે નુકશાનીના પૈસા ઉઘરાવવા દિપક પર હુમલો કરી તેનું માથું ફોડી નાખતા તને સારવારમાં ખસેડ્યો હતો. અને આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે.