રાજકોટના ત્રણ સહિત પાંચ જેતપુરમાં દારૂની મહેફિલ માણતાં પકડાયા
શ્રીમંત પ્રસંગની ઉજવણીમાં દારૂની મહેફિલ માંડી ત્યાં પોલીસ પહોંચી
રાજકોટના ત્રણ યુવાન સહિત પાંચ શખ્સોને જેતપુરમાં શ્રીમંત પ્રસંગમાં દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી લીધા હતા. જેતપુરના દેરડીધાર આવાસ ક્વાર્ટરમાં અનિલભાઈ ઠાકોરના ક્વાર્ટરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. એસ. ગરચર અને ટીમે દરોડો પાડી શ્રીમંત પ્રસંગમાં દારૂની મહેફિલ માણતાં શેરી નં.-5, રાજકોટ, કર્મચારી સોસાયટી, પુનીતનગર પાછળ, ગોંડલ ચોકડી પાસે રહેતા રાજદીપ રઘુ ગુજરાતી ન્યુ ગોપાલ પાર્ક, અંકુરનગર મેઇન રોડ, ગુરૂપ્રસાદ ચોક પાસે રહેતા શ્યામ સંજયભાઈ રાયચુરા, મારૂતી પાર્ક, શેરી નં.-1, ચાલીસ ફૂટ રીંગ રોડ, રાજકોટ રહેતા વિશ્વાસ ઘનશ્યામ પઢારીયા સાથે જેતપુરના જીગર ઉર્ફે દુળી વિશાલ રાઠોડ અને ભરત કિશોર ચૌહાણની પોલીસે ધરપકડ કરી હતી. સ્થળ પરથી દારૂની એક બોટલ, બાઈટિંગ , સોડા બોટલ, પાણીની બોટલ વગેરે કબ્જે કર્યું હતું.
