પતિને છુટાછેડા આપી દેવાનું કહી લગ્નની લાલચ આપી હવસ સંતોષી તરછોડી દીધી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના મોબાઇલના એક શો રૂમમાં નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપી શોરૂમના મેનેજરે દુષ્કર્મ ગુજારી બાદમાં તરછોડી દેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પરિણીતાએ પોતાને પતિ સાથે બનતું ન હોવાની વાત કરતાં મેનેજર હેમુ ગઢવી હોલ પાછળ સર્વોદય સોસાયટી પ્રેમલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં રવિ કાંજાણીને ખબર પડતાં તું તારા પતિને છુટાછેડા આપી દે તો હું પણ મારી પત્નિને છુટાછેડા આપી તારી સાથે લગ્ન કરી લઇશ તેમ કહેતાં તેણીએ પતિને છુટાછેડા આપી દીધા બાદ આ મેનેજર યુવાને પોતે હવે પત્નિ, સંતાનને છોડી નહિ શકે તેમ કહી લગ્નની ના પાડી દીધી હતી. મોબાઇલના શો રૂમમાં સેલ્સ વિભાગમાં નોકરી કરતી યુવતીને મેનેજર તરીકે કામ કરતા રવી કાંજાણી સાથે નોકરી કરતો હોઇ અઢી મહિના પહેલા તેની પરીચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. યુવતીને પતિ સાથે અવાર-નવાર માથાકુટ થતી રહેતી હોવાથી આ વાત રવીને કરી હતી. તે વખતે રવીએ કહેલું કે જો તું તારા પતિને છુટાછેડા આપી દઇશ તો હું પણ મારી પત્નિ સાથે છુટાછેડા લઇ તારી સાથે લગ્ન કરી લઇશ. યુવતીએ પતિથી છુટાછેડા લઇ લીધા હતાં.બાદ રવીને તેની પત્નિ સાથેથી છુટાછેડા લઇને મારી સાથે લગ્ન કરવાનું કહેતાં રવીએ ના પાડી દીધી હતી.