આપઘાત પૂર્વે ભાઈને ઉદ્દેશીને લખેલી સ્યુસાઇડનોટ મળી
વોઇસ ઓફ ડે રાજકોટ
મવડીના કણકોટ રોડ પર શ્યામલ ઉપવનમાં રહેતાં અને જશ ઇન્ડસ્ટ્રીઝ નામનું હાર્ડવેરનું કારખાની ધરાવતા સંદિપભાઇ પરષોત્તમભાઇ સેરસીયા (ઉ.વ.૩૫) નામના કારખાનેદારે વાવડી ગામમાં આવેલા પોતાના કારખાનામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત પુર્વે કારખાનેદારે સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં પોતાના ભાઇને ઉદ્દેશીને લખ્યું છે કે-બધાનું ધ્યાન રાખજો. આર્થિક ભીંસને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
આપઘાત કરી લેનાર સંદિપભાઇ સવારે નિત્યક્રમ મુજબ કારખાને ગયા હતાં. એ પછી તેના સાળા કરણભાઇ મારડીયા કે જે આ કારખાનામાં ભાગીદાર પણ છે તે કારખાને આવ્યા ત્યારે બનેવીને પંખા સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધાનું જાણવા મળતા અવાચક થઇ ગયા હતાં. આપઘાત કરનાર સંદિપભાઇ બે બહેનના એકના એક વચેટ ભાઇ હતાં. તેને સંતાનમાં અગિયાર વર્ષનો પુત્ર છે. તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. ક્રિપાલસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી.
