બીજી મહિલા સાથે વાત કરતા પતિને પત્નીએ પતાવી દીધો
માથામાં કુહાડો ઝીકી દેતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પીટલમાં મોત
આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહી કારખાનામાં મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના અર્જુન સુમસીંગ ડામોર (ઉ.વ.૧૮)ને ગઇકાલે વહેલી સવારે પત્નિ કાળીએ માથામાં કુહાડો મારી દેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો છે.
ત્રણ મહિના પહેલા બન્નેના લગ્ન થયા હતાં. અર્જુન કોઇ બીજી યુવતિ સાથે ફોનમાં વાત કરતો હોવાના મુદ્દે પતિ-પત્નિ વચ્ચે ચડભડ થઇ હતી. જેમાં પતિએ પત્નિને ઢીકો મારી દેતાં પત્નિએ કુહાડો ઝીંકી દીધો હતો. આ ઘા જીવલેણ નીવડયો હતો. અર્જુન બે ભાઇ અને ત્રણ બહેનમાં ચોથો હતો. દિકરાની હત્યાને પગલે વતન એમપીથી આવેલા પિતા સુમસીંગભાઇ ડામોરે જણાવ્યું હતું કે મારા દિકરાને કોઇ સાથે લફરૂ નહોતું, જો એવું હોય તો અમે તેના લગ્ન જે તે યુવતિ સાથે કરાવી દીધા હોત. પોલીસે આ ઘટનામાં કાળીની વિસ્તૃત પુછતાછ કરી સાચી વિગતો બહાર લાવે તેવી અમારી માંગણી છે.