થુંકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા શખ્સોએ હુમલો કર્યો
જામનગરમાં ગુલાબ નગર પોલીસ ચોકી સામે જ યુસુફભાઈ સાંઘાણી અને તેની પત્ની કૌશરબેન સાથે થુંકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા ઇર્ષાદ મોહમદભાઈ મગીડા અને તેના ભાઈ ફૈઝલ ઉર્ફે બોદુ મોહમ્મદભાઈ મગીડા સાથે થયેલ ઝગડામાં દંપતી ઉપર થયેલા હુમલામાં પતિનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. જ્યારે પત્ની સારવાર હેઠળ છે. પોલીસે પાડોશી ભાઈઓ સામે હત્યા અંગે નો ગુનો નોંધી બંનેની શોધ ખોળ હાથ ધરી છે.
હત્યાના બનાવમાં મૃત્યુ પામનારને ગત દિવાળીના સમયગાળા દરમિયાન ઘરની બહાર પિચકારી મારી હતી, જે પિચકારી મારવાના પ્રશ્ન બંને પરિવારો વચ્ચે તકરાર થયા પછી જે તે વખતે ઘરમેળે સમાધાન કરી લીધું હતું. પરંતુ ગઈકાલે ફરીથી થુકવાનો બનાવ બનતાં પાડોશી આરોપી ભાઈઓ છરી પાઇપ સાથે ધસી આવ્યા હતા, અને પાડોશી દંપત્તિ પર હુમલો કરી દીધો હતો. જેમાં છરીનો ઘા જીવલેણ સાબિત થયો હતો, અને યુસુફભાઈનું હુમલામાં મોત થયું હતું.