શહેરમાં મધરાતે ફિલ્મી સ્ટાઇલના દૃશ્યો સર્જાયા હતા. કાળી ફિલ્મ લગાવેલી અને નંબર પ્લેટ વગરની કારને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમને શંકા ગઈ હતી. પોલીસે કારને રોકવાના ઇશારા કર્યા, પરંતુ ચાલકે કાર ન રોકતા તેની પાછળ પોલીસે પીછો કર્યો હતો દરમિયાન રેસકોર્સ રીંગ રોડ પર પટેલ આઈસ્ક્રિમ પાસે બાઇક સવાર દંપતીને કાર ચાલકે ઉલાળ્યા હતા.
આ ઘટનામાં દંપતી ઇજાગ્રસ્ત થતાં રાહદારી દ્વારા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રિના શહેરના મુખ્ય માર્ગો રેિંસગ ટ્રેક બની ગયા હોય તેવી રીતે રફતારના શોખીનો બેફામ કાર અને બાઇક ચલાવીને નીકળે છે. આવા આવારાતત્વોની લાપરવાહીના લીધે કાઈ વાર રાહદારીઓને પોતાનો અમૂલ્ય જીવ ગુમવાનો વારો પણ આવતો હોય છે. આવી જ રીતે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ શક્તિિંસહ ચુડાસમા સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોિંલગમાં પોલીસ વાન સાથે કમિશનર કચેરીથી નીકળી યાજ્ઞિક રોડ જઈ રહ્યો હોય ત્યારે અહીંથી પસાર થઈ સ્વિફ્ટ કાર કે જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ ન હોય તેના ઉપર શંકા જતાં પોલીસ સ્ટાફે કાર ચાલકને રોકવાનો ઈશારો કર્યો હતો. જો કે પોલીસને જોઈને ચાલકે નાશી છૂટવા પુરપાટ ઝડપે કાર હંકારી શેરી ગલીમાં થઈને પટેલ આઇસક્રીમની બાજુની શેરીમાંથી નીકળી રીંગ રોડ પર બાઈક સવાર દંપતીને ઠોકરે લીધી હતું.
અકસ્માત બાદ પણ ચાલકે કાર રોકી ન હતી ત્યારે તેનો પીછો કરતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આમ્રપાલી ચોક થઈને છેક 150 ફૂટ રીંગ રોડ સુધી કારનો પીછો કર્યો હતો. જો કે પોલીસને ચક્કામો આપીને શખસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. દરમિયાન અકસ્માતમાં મહિલાને માથે ગંભીર ઇજા પહોંચી હોય જેથી રાહદારી દ્વારા બંનેને 108 મારફતે સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જનારા કાર ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મધરાત્રિના રેસકોર્સ રીંગ રોડ પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો,કાળી ફિલ્મ અને નંબર પ્લેટ વગરની કાર પર શંકા જતા
પોલીસે રોકવાનું કહ્યું હતું
