અંધ શ્રધ્ધામાં વિશ્વાસ કરી દોરા ધાગા કરી પરણીતાને ત્રાસ
પતિ સહિતના સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ગોંડલના રાણસીકી ગામે માવતરને ત્યાં રહેતી કાજલબેન હિતેષભાઇ મકવાણાને અંધ શ્રધ્ધામાં વિશ્વાસ કરી દોરા ધાગા કરી ત્રાસ આપતા સાણથલીના પતિ હિતેષ બાબુ મકવાણા, સસરા બાબુભાઈ મકવાણા, સસરા હંસાબેન મકવાણા, દિયર અનીલ મકવાણા અને દેરાણી જયોત્સનાબેન મકવાણાએ ત્રાસ આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
કાજલબેનના બીજા લગ્ન સાણથલીના હિતેષ સાથે થયેલ અને લગ્ન બાદ હિતેષ બાબુ મકવાણા, સસરા બાબુભાઈ મકવાણા, સસરા હંસાબેન મકવાણા, દિયર અનીલ મકવાણા અને દેરાણી જયોત્સનાબેન મકવાણાએ અવાર નવાર ત્રાસ આપતા હોય તેમજ પતિ અંધ શ્રધ્ધામાં વિશ્વાસ રાખી દોરા ધાગા કરવાની ટેવ વાળા હોય જેથી અવાર નવાર કાજલબેન ઉપર દબાણ કરી ધરાર ધાર્મિક પ્રવુતિ કરાવતો તેમજ સાસુ અને જેઠાણીમાં મેણાં મારતા કે, તને કાંઇ કામ કરતી નથી તને કામ કરવા જ લાવેલ છીએ જેઠાણીએ પણ ડોલ ફટકારી હતી. કાજલને ઘરમાંથી કાઢી મુકેતા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.