દેશના અર્થતંત્ર વિષે શું થઈ આગાહી ? જુઓ
કોણે કર્યું અનુમાન ?
દેશના અર્થતંત્ર વિષે સતત સારા અને આશાસ્પદ અહેવાલો બહાર આવી રહ્યા છે અને હવે રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા પણ તેના વિષે ભારે હકારાત્મક આગાહી કરવામાં આવી છે. રેટિંગ એજન્સીએ દેશના વિકાસ માટેના અંદાજને વધારી દીધો હતો અને ઝડપી વિકાસની પ્રશંસા કરી હતી.
એજન્સીના અહેવાલમાં એવું અનુમાન કરવામાં આવ્યું કે નાણાકીય વર્ષ 2024 માં અર્થતંત્ર 6.1 ટકાના દર સાથે વિકાસ કરશે અને અનેક પડકારો હોવા છતાં ભારત ઝડપી પ્રગતિ જાળવી શકશે. જો કે પાછલા વર્ષના વિકાસ દરથી થોડો ઓછો છે પણ પ્રભાવક વિકાસ રહેશે.
નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે દક્ષિણ અને દક્ષીણ-પૂર્વ એશિયાના અર્થતંત્રોમાં ચાલુ વર્ષે સૌથી મજબૂત ઉત્પાદનનો લાભ જોવા મળશે. વાસ્તવમાં વૈશ્વિક મહામારી બાદ વાપસી કરવામાં મોડું થતાં એમને થોડી નુકસાની થઈ હતી. પણ હવે સારા સંકેત મળી રહ્યા છે.
ખાસ કરીને ભારતના અર્થતંત્રમાં ખૂબ જ સારા સંકેત મળ્યા છે અને ચાલુ વર્ષે ભારતનું અર્થતંત્ર 6.1 ટકાના દરથી વિકાસ કરશે અને આગળ જતાં તેમાં વધારો થવાની પણ આશા છે.