જીએસટી રિટર્ન દાખલ કરનારાની સંખ્યા કેટલી ? જુઓ
- શું કહ્યું નાણા મંત્રાલયે ?
- ચાલુ નાણાકીય વર્ષમાં કેટલા ભરાયા ?
દેશમાં કરદાતાઓ દ્વારા નિયમોનું બરાબર પાલન થવાને લીધે ૨૦૨૩ ના એપ્રિલ સુધી પાંચ વર્ષમાં જીએસટી રિટર્ન દાખલ કરનારાની સંખ્યા ૬૫ ટકા જેટલી વધીને ૧.૧૩ કરોડ થઈ ગઈ હતી. કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. વહીવટી તંત્રની કાર્યકુશળતા પણ તેમાં સહભાગી બની છે અને આગામી સમયમાં સંખ્યામાં વધારો થવાનો છે.
જીએસટી હેઠળ રજિસ્ટર્ડ સક્રિય કરદાતાની સંખ્યા વધીને ૧.૪૦ કરોડ થઈ ગઈ છે, જે ૨૦૧૮ ના એપ્રિલમાં ૧.૦૬ કરોડ હતી. મંત્રાલયે એવી માહિતી પણ આપી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં ફાઈલિંગ માસના અંત સુધી ૯૦ ટકા કરદાતા જીસટીઆર-૩ બી રિટર્ન દાખલ કરી રહ્યા હતા.
સરકારે એમ કહ્યું છે કે જીએસટી નિયમો સરળ બન્યા અને પ્રક્રિયા પણ સરળ બનાવી છે એટલા માટે રિટર્ન દાખલ કરવામાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને કારદાતાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. ૨૦૧૭ ના ૧ જુલાઈથી દેશમાં જીએસટી લાગુ કરાયો હતો.
સારી વાત એ છે કે જીએસટીઆર-૩ બી દાખલ કરનાર લોકોની સંખ્યા ૨૦૨૩ના એપ્રિલ સુધી વધીને ૧.૧૩ કરોડ થઈ ગઈ હતી. આ એક માસિક રિટર્ન ફોર્મ છે. દિવસે દિવસે લોકોમાં જાગૃતિ અને ઉત્સાહ વધી રહ્યા છે અને સરકારી કામકાજને પણ ટેકો મળી રહ્યો છે.
