ગોલ્ડમેને દેશ વિષે શું કરી આગાહી ? જુઓ
ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. ગોલ્ડમૅન સાકે કૅલેન્ડર વર્ષ 2024 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 10 બેસિસ પૉઇન્ટ્સ વધારીને 6.7 ટકા કર્યું છે. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક વર્તમાન કેલેન્ડર વર્ષના ચોથા ક્વાર્ટર અથવા વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે.
જાન્યુઆરીથી એપ્રિલ 2024 દરમિયાન ભારતનો મુખ્ય ફુગાવો વાર્ષિક ધોરણે 3.4 ટકા હતો. ગોલ્ડમૅન સૅશના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બીજા ત્રિમાસિકમાં મુખ્ય ફુગાવો હળવો થઈ શકે છે.
ગોલ્ડમૅન દ્વારા જણાવ્યું હતું કે ભારતના ઘણા ભાગોમાં ચાલી રહેલી ગરમ હવામાન પરિસ્થિતિઓને કારણે પુરવઠા-બાજુના વિક્ષેપને કારણે એમપીસીએ ખાદ્ય ફુગાવા અંગે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.
વિશ્લેષકો માને છે કે આરબીઆઈ નાણાકીય નીતિને હળવી બનાવતા પહેલા, ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં ખાદ્ય ફુગાવાનું મૂલ્યાંકન કરવા માટે ચોમાસાની પ્રગતિ અને ઉનાળુ (ખરીફ) પાકની વાવણી જોવા માંગશે.