વિદેશી રોકાણકારોએ કેવો નવો રેકોર્ડ બનાવ્યો ? હવે પછીના ચાર મહિનામાં કેટલું રોકાણ થશે ? વાંચો
- ડિસેમ્બરના પ્રથમ ૬ સેશનમાં કેટલું રોકાણ કર્યું ?
- એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં કુલ કેટલા લાખ-કરોડનું રોકાણ ?
વિદેશી સંસ્થાગત રોકાણકારો ચાલુ નાણાકીય વર્ષમાં શેરબજારમાં રોકાણનો નવો રેકોર્ડ બનાવી શકે છે. એમણે એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં કુલ ૧.૫૭ લાખ કરોડના શેર ખરીદી લીધા છે અને હજુ પણ ચાર મહિનાનો સમયગાળો બાકી છે ત્યારે રોકાણનો એક નવો રેકોર્ડ અવશ્ય બનશે તેવું દેખાય છે. ડિસેમ્બર માસના પ્રથમ છ સેશનમાં વિદેશી રોકાણકારોએ રૂા.૨૬૫૦૫ કરોડ ઠાલવી દીધા હતા.
આ પહેલાં સર્વાધિક રોકાણનો રેકોર્ડ ૨૦૨૦-૨૧માં રહ્યો હતો. એ સમયે કોરોના મહામારીનો ઘાતક સમય હતો અને ત્યારે બજારમાં ફફડાટમાં આ રોકાણકારોએ ૨.૭૪ લાખ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોની ઝડપી રફ્તાર રહી હતી અને તેને પગલે એનએસઈનો નિફટી પણ નવા રેકોર્ડ પર પહોંચી ગયો હતો.