શેરબજારમાં આજે ટ્રેડીંગ ચાલુ રહેશે
સામાન્ય રીતે શેરબજારમાં શનિ-રવિ રજા હોય છે પરંતુ આ વખતે શનિવારે એટલે કે આજે શેર બજાર ખુલ્લું રહેશે અને ટ્રેડીંગ કરી શકાશે. કેશ અને F&O બન્ને સેગમેન્ટમાં ટ્રેડિંગ યોજાશે. વીકેન્ડમાં ખુલનાર બજારને લઈ રોકાણકારોમાં કન્ફ્યુઝન જોવા મળે છે. ઓલ ટાઈમ હાઈ બાદ બજારમાં જોરદાર કરેક્શન બાદ શુક્રવારે નીચા સ્તરે રિકવરી જોવા મળી હતી.
શેરબજારમાં શનિવારે તમામ કેશ અને F&O શેરમાં પાંચ ટકાની તેજીની સર્કિટ રહેશે. જોકે 2 ટકા સર્કિટ વાળી કંપનીઓની સર્કિટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ખાસ વાત એ છે કે શનિવારે કરવામાં આવનાર સોદાનું સેટલમેન્ટ સોમવારે થશે.
શેરબજારમાં 20 જાન્યુઆરીના રોજ આશરે અડધો કલાક માટે 2 સેશનમાં ટ્રેડિંગ યોજાશે.આ ટ્રેડિંગ ડિઝાસ્ટર રિકવરી સાઈટની ટેસ્ટિંગ માટે રહેશે. ટ્રેડર્સ લાઈવ સેશનમાં શેર ખરીદી શકે છે અને વેચાણ કરી શકે છે. જોકે શુક્રવારે જે શેરની ખરીદી કરવામાં આવી હોય તેનું વેચાણ કરી શકશે નહીં. આ સાથે સામાન્ય ટ્રેડિંગ દિવસની તુલનામાં વોલ્યુમમાં પણ ઘટાડો થઈ શકે છે.
આજના ટ્રેડિંગ સેશનનો સમય ગાળો
ટ્રેડિંગ સેશન 1
પ્રિ-ઓપન સવારે 9:00 વાગે
બજાર ખુલશે 9:15 સવારે
બજાર બંધ થશે 10:00 સવારે
ટ્રેડિંગ સેશન 2
પ્રિ-ઓપન 11:15 વાગે
બજાર ખુલશે 11:30 સવારે
બજાર બંધ થશે 12:30 બપોરે