આ અઠવાડિયે રાજકોટની કંપની સહીત ૩ IPO આવશે, જાણો કઈ કઈ કંપની છે
વર્ષ 2024 માં અંદાજે 56 કંપનીઓનો IPO આવશે. હાલ 27 કંપનીઓને માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી IPO લોંચ કરવાની મંજૂરી મળી ચૂકી છે, જેની કુલ વેલ્યુ 29,000 કરોડ રૂપિયા છે.
વર્ષ 2023 માં નાની-મોટી ઘણી કંપનીના IPO લોન્ચ થયા હતા, જેમાં રોકાણકારોએ મોટી કમાણી કરી હતી. આ વર્ષે પણ ઘણી કંપનીઓના IPO આવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર 28 કંપનીઓને IPO લાવવા માટે મંજૂરી મળી છે.
આ કંપનીઓ કુલ 30,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે. વર્ષ 2024 માં અંદાજે 56 કંપનીઓનો IPO આવશે. હાલ 27 કંપનીઓને માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી IPO લોંચ કરવાની મંજૂરી મળી ચૂકી છે, જેની કુલ વેલ્યુ 29,000 કરોડ રૂપિયા છે.

આ સપ્તાહે 3 કંપનીઓનો IPO આવી રહ્યો છે. જેમાં પહેલી કંપની છે જ્યોતિ CNC. આ IPO પર 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ખુલો રહેશે. કંપનીએ IPO માટે શેર દીઠ 315 થી 331 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીના IPOનું કદ 1,000 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીએ 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. એક વર્ષ પહેલા કંપનીને 48 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

IBL ફાઈનાન્સનો IPO 9 જાન્યુઆરીએ લોન્ચ થશે. રોકાણકારો આ IPO 11 જાન્યુઆરીથી ભરી શકશે. કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ 51 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ 2,000 શેરનો એક લોટ રાખ્યો છે. આ ઈસ્યુ સંપૂર્ણપણે ફ્રેશ ઈક્વિટી પર આધારિત હશે. કંપની IPO દ્વારા 34.3 કરોડ રૂપિયા એકત્ર કરશે.

ન્યૂ સ્વાન કંપનીનો IPO પણ 11 જાન્યુઆરીએ લોંચ થશે, જે 15 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે 62-66 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ બેન્ડ રાખ્યો છે. ઈસ્યુનું કદ 33 કરોડ રૂપિયા છે. કંપની IPO દ્વારા 50.16 લાખ નવા શેર જાહેર કરશે. કંપની આઈપીઓમાંથી એકત્ર થયેલા રૂપિયાનો ઉપયોગ ખર્ચ વગેરે ચૂકવવા માટે કરશે.