ત્રિમાસિક પરિણામો ધારણા કરતા ખરાબ આવતા શેર બજાર વધારે તુટ્યું
2024 માં વિદેશી નાણાકીય સંસ્થાઓ શેરબજારમાં જોરદાર વેચવાલી કરી રહી છે. જેની નેગેટિવ અસર બજાર પર જોવા મળી રહી છે.ઉપરાંત બીજા ત્રિમાસિક પરિણામો પણ નબળા આવી રહ્યા છે.ખાસ કરીને ઓટો સેક્ટર ની દિગ્ગજ કંપનીઓના વાહન વેચાણ ઘટ્યા છે. એફ.એમ.સી.જી સેકટરની કંપની ઓના પ્રોફીટ માર્જિન ઘટી રહ્યા છે અને નબળા પરિણામો આવી રહ્યા છે. જેની પણ બજારમાં ખરાબ અસર જોવા મળી રહી છે.
વિશ્વ યુધ્ધ ના પણ ભણકારા વાગી રહ્યા છે. લડાઈઓ પણ ચાલી રહી છે. ઉપરાંત ભારતીય શેરબજાર એ અત્યાર સુધી સારું વળતર આપ્યું છે .ખૂબ જ સારું પર્ફોર્મન્સ આપ્યું હતું અને ટોચ ઉપર હતું એટલે ક્યાંક ને ક્યાંક ઘટાડો અપેક્ષિત જ હતો. એવામાં વિદેશી નાણાકીય સંસ્થાઓની આક્રમક વેચવાલી, ટોચની કંપનીઓના નબળા પરિણામો,ઉપરાંત ચાલી રહેલા યુદ્ધને કારણે બજાર ધડામ થઈ ગયું છે.
હ્યુન્ડાઈ જેવા શેરોનું લીસ્ટીંગ પણ નબળું થયું છે. પ્રાઇમરી માર્કેટના ઐતિહાસિક મેગા આઇ.પી.ઓનું લિસ્ટિંગ નબળું થતા પ્રાઇમરી માર્કેટમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર હજુ તો ફક્ત હોલ્ડિંગ ના 1.5% શેરોનું વેચાણ વિદેશી નાણાકીય સંસ્થા દ્વારા થયું છે. આશરે 900 બિલિયન ડોલરના રોકાણ સામે ફક્ત 12 બિલિયન ડોલરનું જ વેચાણ વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓક્ટોબરમાં થયું છે. આ પણ આશરે 5 ટ્રીલીયન ડોલરની ઇકોનોમીમાં 900 બિલિયન ડોલરનું રોકાણ વિદેશી નાણાકીય સંસ્થાઓ ધરાવે છે.એક અંદાજ પ્રમાણે આપણા બજાર ના કુલ 17% હિસ્સો આ વિદેશી સંસ્થાઓનો છે.
જો આ વેચવાલી અટકશે તો બજાર સુધરશે અને જો હજુ પણ વિદેશી સંસ્થાઓ વેચશે તો બજારનું ઉપર જવું અઘરૂ છે.આવનારા દિવસોમાં વધારે પિકચર ક્લિઅર થશે. હાલમાં તો શેરબજારનું વાતાવરણ ઘણા બધા કારણોને લઈને ડહોળાયેલું જોવા મળી રહ્યું છે.