HINDENBURGનો હુમલો શેરબજાર પચાવી જશે : કોઈ નેગેટીવ અસર નહીં
- શેર બજારમાં વધઘટ થવી એ બજારનો સ્વભાવ છે
- મોટી મંદીની કોઈ જ શક્યતા નથી
- સેબી ચેરપર્સન પર ગંભીર આરોપો છતા,બજાર નવા-નવા હાઇ કરશે
રાજકોટ
રવિવારે HINDENBURGના અહેવાલ પછી સોમવારે શેરબજારમાં ભારે કડાકા બોલી જશે અને ઘણું નુકસાન જશે તેવી ધારણા ખોટી ઠરી છે અને બજારમાં કોઈ પ્રકારનું પેનિક જોવા મળ્યું નથી. આ અહેવાલ પછી શેરબજારના રોકાણકારોમાં ગભરાટ મચી ગયેલો અને રોકાણકરોમાં ચિંતાનું મોજું ફેલાયેલું હતું. સોશિયલ મીડિયામાં ફક્ત અને ફક્ત આ જ મુદ્દો જોવા મળ્યો હતો પરંતુ સોમવારે શેરબજાર ખુલતા જ કોઈ મોટી મંદી-ઘટાડો જોવા મળ્યો નથી તેથી રોકાણકારોને હાશકારો થયો છે.
સામાન્ય રીતે આવા અહેવાલની અસર શેરબજાર પર ફક્ત અને ફક્ત બે-ચાર દિવસો જ જોવા મળે છે. બજાર ફરી પાછું એના ઓરીજીનલ-ફંડામેન્ટલ પર જતું રહે છે. જે રીતે નાના-નાના રોકાણકારો શેર બજારમાં નાણા ઠાલવી રહ્યા છે. ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ માં મહિને 20-25 હજાર કરોડ રૂપિયા રોકાઈ રહ્યા છે. બેંકો માં વ્યાજ કરતા આકર્ષક વળતર શેરબજારમાં મળી રહ્યું છે. ત્યારે બજારમાં કોઈ પ્રકારનો ગભરાટ જોવા મળશે નહીં.
શેરબજાર ના ઇતિહાસમાં અનેક લડાઈઓ અને ઘણી બધી સરકારો આવતી રહી છે,જતી રહે છે અને શેરબજાર વર્ષોથી નવા-નવા હાઇ કરતી આવી છે.ત્યારે મહામંદીની કોઈ શક્યતા બજારમાં નથી. હા,થોડી ઘણી વઘઘટ આવી શકે છે. થોડા દિવસ બજારમાં પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે છે કે પછી થોડા દિવસ નાના-મોટા કારણોની અસર બજાર પર જોવા મળી શકે છે. પરંતુ લાંબા ગાળે બજાર પર ભરોસો જળવાયેલો રહેશે.
શેરબજારના નિષ્ણાત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર શેરબજારમાં કોઈ જ મોટી મંદી થવાની શક્યતા બજારમાં નથી.દિવસે ને દિવસે રોકાણકારોનો પ્રવાહ બજાર તરફ વળતો જોવા મળી રહ્યો છે.