કેન્દ્ર આ સુવિધા માટે કૂલ 600 અબજ રૂપિયા ખર્ચ કરશે, શહેરી ગરીબોને ફાયદો થશે
કેન્દ્ર સરકાર આગામી 5 વર્ષ માટે નાના શહરી આવાસ માટે સબ્સિડીવાળી લોન ઊપર કૂલ રૂપિયા 600 અબજ ખર્ચ કરવા માંગે છે. આ માટે વિચારણા ચાલી રહી છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે.
લોકસભાની ચુંટણી પહેલા બેન્કો દ્વારા કેટલાક મહિનાઓમાં આ યોજના લાગુ થાય તેવી સંભાવના છે. રૂપિયા 50 લાખથી ઓછી હાઉસિંગ લોન ઊપર 9 લાખ સુધીની સબસિડી આપવાની સરકારની યોજના છે. તેનાથી શહેરી વિસ્તારોમાં ઓછી આવકવાળા લોકોને લાભ મળશે.
એટલે કે 9 લાખ રૂપિયા સુધીની લોનની રકમ ઊપર 3-6.5 ની વચ્ચે વાર્ષિક વ્યાજ સબસિડી અપાશે. 20 વર્ષની અવધિ માટે લેવામાં આવેલી 50 લાખથી ઓછી હાઉસિંગ લોન આ યોજના હેઠળ લઈ શકાશે.
વ્યાજછૂટ લાભાર્થીઓના હાઉસિંગ લોન ખાતામાં એડવાંન્સ જમા કરી દેવામાં આવશે. આ યોજનાને જલ્દી અંતિમ રૂપ આપવામાં આવશે અને ચુંટણી પહેલા તે અનેક લોકોને લાભ કરાવી શકે છે.